Site icon Revoi.in

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: અમેરિકાની ટેક દિગ્ગજ કંપની એપલે ભારતમાં રોકાણ અંગેની યોજનાઓ અંગે જાણકારી આપી છે. એપલ અત્યારે રોકાણની યોજનાઓ સાથે વર્ક ફોર્સ, એપ્સ અને સપ્લાયર પાર્ટનર દ્વારા અંદાજે 10 લાખ નોકરીઓને સપોર્ટ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રિયા બાલાસુબ્રમણ્યમે આ જાણકારી આપી છે. તેઓએ બેંગલુરુ ટેક સમિટ-2021ને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, ભારતમાં એપલ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વેપાર કરી રહી છે અને વર્ષ 2017થી એપલે બેંગલુરુ સ્થિત પ્લાન્ટમાં આઇફોનનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંપનીએ બેંગલુરુ અને ચેન્નાઇમાં સ્થિત પોતાના પ્લાન્ટનો વિસ્તાર કર્યો છે. જ્યાંથી સ્થાનિક માર્કેટ અને નિકાસ માટે આઇફોનના ઘણાં મૉડલનું મેન્યુફેક્ચરિંગ કર્યું છે. અમે પોતાની સપલ્યા ચેનની સાથે પોતાના ઑપરેશનના વિકાસ અને પહોંચનો વિસ્તાર કરી રહ્યાં છે.

કંપની સપ્લાયર્સ-પાર્ટનર દ્વાર ભારતમાં જ આઇફોન 11, નવા આઇફોન એસઇ અને આઇફોન 12 જેવા મૉડલ નિર્માણ કરાયું છે. એપલ ભારતમાં આજે 10 લાખ રોજગારીનું સમર્થન કરે છે.