Site icon Revoi.in

કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા USની ફાર્મા કંપની એલેકસિયનને 2.87 લાખ કરોડમાં ખરીદશે

Social Share

બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માસ્યુટિલ્સને ખરીદવા જઇ રહી છે. એસ્ટ્રાજેનેકા આશરે 2.87 લાખ કરોડ રૂપિયામાં એલેકસિયન ફાર્માસ્યુટિકલ્સ ખરીદશે. આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ ગણાઇ રહી છે. આ સોદાથી એસ્ટ્રાજેનેકાને રેયર ડિસીઝ તેમજ ઇમ્યુનોલોજી ડ્રગ સેગમેન્ટમાં પ્રવેશ મેળવવામાં મદદ મળશે.

એક સપ્તાહ પહેલા જ એસ્ટ્રાજેનેકાનું કોરોના વાયરસ પર રિસર્ચ પરિણામ જાહેર થયું છે તેવા સમયમાં જ આ સોદો થયો છે. પરિણામમાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને 90 ટકા પ્રભાવી જણાવવામાં આવી છે. એસ્ટ્રાજેનેકાની હરીફ કંપની ફાઇઝરે પણ બ્રિટનમાં પોતાની વેક્સીન લોન્ચ કરી દીધી છે.

એસ્ટ્રાજેનેકાએ આ સોદા અંગે જણાવ્યું હતું કે, એલેકસિયનના શેરધારકોને 60 ડોલરના કેશ અને 115 ડોલર પ્રતિ શેરની વેલ્યુવાળા એસ્ટ્રાજેનેકાના શેર મળશે. આ રિવોર્ડ બ્રિટનમાં ટ્રેડિડ સામાન્ય શેર અથવા ડોલરના પ્રભુત્વવાળા અમેરિકી ડિપોઝિટરી શેરની વેલ્યુ અનુસાર મળશે. એસ્ટ્રાજેનેકાના CEOએ કહ્યું હતું કે આ સોદાથી ઇમ્યુનોલોજી ડેવલપમેન્ટમાં તેજી લાવવાનો અવસર પેદા થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેના દ્વારા કંપનીને બીમારીઓ, ફિઝિશયન અને દર્દીઓના એક નવા સેગમેન્ટમાં પ્રવેશ કરવામાં મદદ મળશે. આ સેગમેન્ટમાં હજુ સુધી કંપનીની પહોંચ નથી.

(સંકેત)