Site icon Revoi.in

હવે ATMમાંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, હવે થશે આટલો ચાર્જ

Social Share

નવી દિલ્હી: વર્ષ 2021 હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે વર્ષ 2022થી તમારે ATMમાં રોકડ ઉપાડ માટે વધુ ચાર્જ આપવાની તૈયારી રાખવી પડશે. આગામી મહિનાથી એટલે કે વર્ષ 2022થી જો ખાતાધારક ATMની નિયમ મર્યાદા ઓળંગી જાય તો ઉપાડ માટે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે.

એક્સિસ બેંક અથવા અન્ય બેંકોના ATM પર મફત મર્યાદા કરતાં વધુ નાણાકીય વ્યવહારો માટેની ફી રૂપિયા 21 વત્તા જીએસટી હશે. 1, જાન્યુઆરી, 2021થી આ દર લાગુ થશે.

અત્યાર સુધી ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા પાર કરવા માટે 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે. તે જ સમયે, આવતા મહિનાથી, 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વત્તા GST ચૂકવવો પડશે. RBI એ એક પરિપત્ર હેઠળ ખર્ચમાં સામાન્ય વધારો કર્યો છે જેથી બેંકોને વધારે ઇન્ટરચેન્જ ફીની ભરપાઈ કરી શકાય. તેથી, બેંકોને ચાર્જને પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી છે.

ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શનને તમારી બેંકોના એટીએમમાંથી પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. આમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારોનો સમાવેશ થશે. ગ્રાહકોને મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના એટીએમમાંથી 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો સેન્ટર પર 5 ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપવામાં આવી છે.

આરબીઆઈએ પ્રતિ ટ્રાન્ઝેક્શન ઈન્ટરચેન્જ ફી વધારવાની પણ મંજૂરી આપી છે. નાણાકીય વ્યવહારો માટેની ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવી છે. બિન-નાણાકીય વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવામાં આવી છે. તે 1લી ઓગસ્ટ 2021થી લાગુ થશે.