Site icon Revoi.in

આત્મનિર્ભર ભારત અભિયાન: સોલાર મોડ્યૂલની આયાત પર હવે લાગી શકે છે 40% કસ્ટમ ડ્યૂટી

Social Share

નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે સરકાર પ્રતિબદ્વ છે. આ જ દિશામાં હવે કેન્દ્ર સરકાર સોલાર મોડ્યૂલ અને સોલાર સેલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની યોજના બનાવી રહી છે. પાવર એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રી રાજકુમાર સિંહ અનુસાર, આ ઇમ્પોર્ટ ડ્યૂટી 1 એપ્રિલ, 2020થી વધારવામાં આવી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નાણાં મંત્રાલય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આયાત ડ્યુટી વધારવા માટે નોટિસ જારી કરશે. મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી મોડ્યુલ્સ પર 40 ટકા અને સોલાર સેલ પર 25 ટકા રહેશે. આ કસ્ટમ ડ્યૂટી ચીન અને મલેશિયાથી થતી આયાત પર લગાવવામાં આવેલી 15 ટકા સેફગાર્ડ ડ્યૂટીને બદલશે.

સરકારના આ પગલાંથી ચીનથી આયાત કરાયેલા સોલાર મોડ્યુલો અને સોલાર સેલ મોંઘા થશે. લદ્દાખની ગલવાની ખીણમાં સરહદ વિવાદ બાદ ચીન માટે આ મોટો આર્થિક ફટકો હશે. સરકાર હાલમાં ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને ગ્રીન એનર્જી માર્કેટનો લાભ લેવા માંગે છે. સરકાર ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પણ મોટી ભૂમિકા ભજવવાની વિચારણા કરી રહી છે.

નોંધનીય છે કે, સોલાર કંપોનેન્ટ માર્કેટમાં હાલમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ છે. 30 જુલાઈ 2018ના રોજ, સરકારે ચાઇના અને મલેશિયાથી આયાત કરેલા સોલર સેલ્સ અને મોડ્યુલો પર સેફગાર્ડ ડ્યુટી લગાવી હતી.

(સંકેત)