Site icon Revoi.in

બેંકના કામકાજનું પ્લાનિંગ છે? તો વાંચો જુલાઇમાં રજાઓની આ યાદી અન્યથા થશે ધક્કો

Social Share

નવી દિલ્હી: જો તમે જુલાઇ મહિનામાં બેંકના કામકાજને લઇને પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા આ સમાચાર ચોક્કસપણે વાંચી જજો અન્યથા તમારે બેંકના ધક્કા ખાવા પડશે. જુલાઇમાં 2 કે 4 દિવસ નહીં પરંતુ બેંકો 15 દિવસ માટે બંધ રહેશે. જો કે આ 15 રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર એકસાથ દરેક રાજ્યમાં નથી આવતી. RBI દ્વારા બેંકની રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. રાજ્ય અનુસાર બેંકની રજાઓ પણ અલગ અલગ હોય છે.

જુલાઈમાં બેન્કો 15 દિવસ બંધ રહેશે (Bank holiday list in July 2021)
>> 4 જુલાઈ 2021 – રવિવાર
>> 10 જુલાઈ 2021 – બીજો શનિવાર
>> 11 જુલાઈ 2021 – રવિવાર
>> 12 જુલાઈ 2021 – સોમવાર – કાંગ (રાજસ્થાન), રથયાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ,)
>> 13 જુલાઈ 2021 – મંગળવાર – ભાનુ જયંતિ (શહીદ દિવસ- જમ્મુ-કાશ્મીર, ભાનુ જયંતિ- સિક્કિમ)
>> 14 જુલાઈ 2021 – દ્રુકપા શેશી (ગંગટોક)
>> 16 જુલાઈ 2021- હરેલા પૂજા (દહેરાદૂન)
>> 17 જુલાઈ 2021 – ખારચી પૂજા (અગરતલા, શિલ્લોંગ)
>> 18 જુલાઈ 2021 – રવિવાર
>> 19 જુલાઈ 2021 – ગુરુ રિમ્પોચે થુંગકર તશેચુ (ગંગટોક)
>> 20 જુલાઈ 2021 – ઇદ અલ અધા (દેશવ્યાપી)
>> 21 જુલાઈ 2021 – બકરી ઈદ (સમગ્ર દેશમાં)
>> 24 જુલાઈ 2021 – ચોથો શનિવાર
>> 25 જુલાઈ 2021 – રવિવાર
>> 31 જુલાઈ 2021- શનિવાર – કેર પૂજા (અગરતલા)

RBIની યાદી અનુસાર, જુલાઇ, 2021માં બેન્ક કર્મચારીઓને તહેવારની 9 રજાઓ મળશે. આ ઉપરાંત શનિવાર અને રવિવારે 6 રજાઓ રહેશે તેથી કુલ 15 દિવસની રજા રહેશે. 9 રજાઓ રાજ્ય અનુસાર હશે જે રાજ્યમાં રજા હશે, ત્યાં ફક્ત બેંકો કામ કરશે નહીં.

તહેવારની રજાઓ ઉપરાંત 4 જુલાઇ, 11 જુલાઇ, 18 જુલાઇ અને 25 જુલાઈએ રવિવારના કારણે બેંકો બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર 10 જુલાઈ અને 24 જુલાઈએ છે, જેના કારણે બેંકો બંધ રહેશે.

Exit mobile version