Site icon Revoi.in

માર્ચ મહિનામાં આ 11 દિવસ બેંકમાં રજા રહેશે, એ રીતે કરો તમારા કામનું પ્લાનિંગ

Social Share

નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્ચ મહિનામાં જો તમે બેન્કિંગ કામકાજ માટે વિચારી રહ્યા હોય તો પહેલા બેંકમાં માર્ચ મહિનામાં જાહેર રજાઓ વિશે આ સમાચાર ચોક્કસપણે વાંચી લેજો અન્યથા તમારા કામકાજ અટકી જશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, દેશની સર્વોચ્ચ બેંક RBIએ માર્ચ મહિનાની બેંકોની રજા જાહેર કરી દીધી છે. માર્ચ મહિનામાં કુલ 11 દિવસ દરમિયાન બેંકો બંધ રહેશે. માર્ચ મહિનામાં તહેવારોના કારણે 5 દિવસ બેંક બંધ રહેશે તેમજ રવિવાર તથા શનિવારની રજાઓના કારણે 6 દિવસ બેંકો બંધ રહેશે. કુલ 11 દિવસ બેંકમાં કામકાજ બંધ રહેશે.

આપને જણાવી દઇએ કે અલગ અલગ બેંકો અનુસાર બેંકની રજાઓ અલગ અલગ હોય છે. તેના કારણે બેંકની રજાઓ તહેવાર પર આધાર રાખે છે. માર્ચ મહિનાની પહેલી રજા 5 માર્ચે અને પછી 7 માર્ચે રવિવાર હોવાથી બંધ રહેશે.

11 માર્ચે મહા શિવરાત્રિનો તહેવાર હોવાથી દેશની તમામ બેંકો બંધ રહેશે. આ પછી 13મી માર્ચે મહિનાનો બીજો શનિવાર અને 14 માર્ચે રવિવાર છે. આમ સતત બેંકમાં 2 દિવસની રજા રહેશે. આ પછી 21 માર્ચે રવિવારની રજા રહેશે અને 22 તારીખે બિહાર દિવસના કારણે બિહારની બેંકોમાં રજા રહેશે.

મહિનાનો ચોથો શનિવાર 27 માર્ચે, 28 માર્ચે રવિવાર અને સાથે જ 29 તેમજ 30 તારીખે હોળીની રજા હોવાથી તે દિવસે પણ સળંગ 4 દિવસ સુધી રજા રહેશે. 29 અને 30 માર્ચના રોજ દેશભરમાં હોળીનો તહેવાર હોવાથી સળંગ 2 દિવસ બેંકો બંધ રહેશે.

(સંકેત)