Site icon Revoi.in

આ બેંકના ગ્રાહકો માટે ખુશખબર, બેંકે વ્યાજદરો ઘટાડ્યા

Social Share

નવી દિલ્હી: તહેવારોની મોસમમાં SBI અને બેંક ઑફ બરોડાના ગ્રાહકોને મોટી ભેટ મળી છે. આ બંને બેકો સહિત ઘણી બેંકોએ હોમ લોન અને કાર લોનના રેટમાં ઘટાડો કર્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બેંક ઑફ ઇન્ડિયાએ પણ કાર તેમજ હોમ લોનના વ્યાજદરોમાં છૂટની જાહેરાત કરી છે. હવે બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહકોને સસ્તી હોમ લોન અને વાહન લોન મળશે.

બેંક ઑફ ઇન્ડિયાએ હોમ લોન પર 35 બેસિસ પોઇન્ટ અને કાર લોન પર 50 બેસિસ પોઇન્ટનો કાપ મૂક્યો છે. આ કાપ બાદ બીઓઆઇ ગ્રાહકોને હવે 6.50 ટકા પર હોમ લોન મળશે. અગાઉ તે 6.85 ટકા હતી. બીજી તરફ વાહન લોનનો નવો વ્યાજ દર 7.35 ટકાથી ઘટીને 6.85 ટકા થયો છે.

બેંક ઑફ ઇન્ડિયાના આ નવા વ્યાજદરો 18 ઑક્ટોબરથી અમલમાં આવશે, ગ્રાહકો આગામી 31 ડિસેમ્બર સુધી આ સેવાનો લાભ લઇ શકશે. બેંક 31 ડિસેમ્બર સુધી હોમ લોન અને વાહન લોન પર પ્રોસેસિંગ ફીની પણ વસૂલાત નહીં કરે.