Site icon Revoi.in

ભારતીય અર્થતંત્રમાં ‘L’ આકારની રિકવરી જોવા મળશે

Social Share

નવી દિલ્હી:  કોરોનાના સંકટકાળ દરમિયાન લાગુ થયેલા લોકડાઉનના કારણે દેશના અર્થતંત્ર પર વિપરીત અસર જોવા મળી હતી જો કે અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરીની આશા પ્રબળ બની છે. લોનની માંગ વધી હોવાને કારણ અર્થતંત્રમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકના સીઇઓ અને એમડી અમિતાભ ચૌધરીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે અર્થતંત્રમાં L શેપમાં રિકવરી જોવા મળી શકે છે. જો કોઇ અર્થવ્યવસ્થા ઝડપથી ઘટ્યા બાદ વળતી ઝડપથી ઉભરે છે તેવી અર્થવ્યવસ્થાને V આકારનો સુધારો કહેવાય છે. આ રીતે કોઇ અર્થવ્યવસ્થા ઘટ્યા બાદ અમુક સમય સુધી સુસ્ત રહે અને ત્યારબાદ ઝડપથી સુધરે તો તેને યુ આકારનો સુધારો કહે છે. જો કે અર્થવ્યવસ્થા અચાનક મંદ પડ્યા બાદ તેની રિકવરીમાં લાંબો સમય લાગો તે આ સ્થિતિને L આકારનો સુધારો કહેવાય છે.

તેઓ અનુસાર ખાસ કરીને ગત એક માસ દરમિયાન વૃહદ આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. તેનાથી અર્થતંત્રમાં રિકવરીના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. જ્યારે તેઓ અલગ અલગ સંગઠનોના CEO સાથે વાત કરે છે તો નવા ઋણ બાબતે માહિતી એકત્ર કરવા, ક્રેડિટ કાર્ડના ખર્ચ તથા નવા ખાતા ખોલવા જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે. તેનાથી અર્થતંત્રમાં રિકવરીનું આકલન શક્ય બનશે.

(સંકેત)