Site icon Revoi.in

નાણાકીય વર્ષ 2021-22માં સરકાર સરેરાશ કરતાં 75% વધુ ભંડોળ ઊભું કરે તેવી શક્યતા

Social Share

નવી દિલ્હી: આગામી નાણાકીય વર્ષમાં સરકારનો બોરોઇંગનો આંક છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતા 75 ટકા વધુ રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જો વર્તમાન નાણાં વર્ષ એટલે કે 2020-21માં અંદાજાયેલા રૂપિયા 13.10 ટ્રિલિયનના બોરઇંગની સરખામણીએ નાણાં વર્ષ 2021-22માં સરકારનો બોરોઇંગ આંક રૂપિયા 10.60 ટ્રિલિયન જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા રેકોર્ડ બોરોઈંગને કારણે બોન્ડ બજારમાં વ્યાજ દરમાં વધારો થવાની પણ ધારણાં મૂકવામાં આવી રહી છે. એક તરફ સરકારના બોરોઈંગ કાર્યક્રમ તથા બીજી બાજુ રિઝર્વ બેન્ક સિસ્ટમમાંથી વધારાની લિક્વિડિટી પાછી ખેંચવાની જાહેર કરેલી યોજનાથી બોન્ડ બજારમાં વ્યાજ દર ઊંચે જઈ શકે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

કોરોનાની આર્થિક અસરને પરિણામે સરકારની વેરા મારફતની આવક પર પડેલી અસર તથા દબાણ હેઠળ આવી ગયેલા દેશના અર્થતંત્રને બહાર કાઢવા સરકારને વ્યાપક ભંડોળની આવશ્યકતા રહેશે. આ ભંડોળ બજારમાંથી ઊભું કરવાની સરકાર યોજના ધરાવે છે.

નાણાં વર્ષ ૨૦૨૦ને બાદ કરતા તે અગાઉના પાંચ વર્ષમાં સરકારનું બોરોઈંગ્સ રૂપિયા ૬ ટ્રિલિયનથી નીચું રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૦માં સરકારના બોરોઈંગનો આંક રૂપિયા સાત ટ્રિલિયનથી વધુ રહ્યો હતો.

સરકારી બોન્ડના પૂરવઠામાં જોરદાર વધારાથી  બોન્ડ બજારમાં નાણાંની ખેંચ ઊભી થઈ શકે છે જેને કારણે વ્યાજ દર ઊંચા જોવા મળે તો નવાઈ નહીં, એમ એનાલિસ્ટે ઉમેર્યું હતું.

રિઝર્વ બેન્ક દ્વારા વધારાની લિક્વિડિટી પાછી ખેંચી લેવાના યોજનાને ધ્યાનમાં રાખી સરકારને  આગામી બજેટમાં નાણાં સ્રોત ઊભા કરવા સખત પગલાં લેવાની ફરજ પડી શકે છે.

(સંકેત)