Site icon Revoi.in

સરકાર ખર્ચને પહોંચી વળવા માટે હવે લાવી શકે છે કોવિડ-ટેક્સ

44968867 - office work and filling in tax returns close up

Social Share

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2021-22ના બજેટની તૈયારી ચાલી રહી છે. સરકાર હાલમાં મહામારી સામે લડવા માટે વધારાના ખર્ચને પહોંચી વળવા માટે કોવિડ-19 સેસ અથવા સરચાર્જ લગાવવાની સંભાવના પર વિચાર કરી રહી છે. આમાં વેક્સીન પર થનાર ખર્ચ સામેલ છે. આ કારણે સરકારના ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે.

સૂત્રો અનુસાર, સરકાર આ સંભાવના પર ચર્ચા કરી રહી છે. તેમણે જણાવ્યું કે રેવેન્યૂ વધારવા માટે શરૂઆતી ચર્ચા થઈ છે પરંતુ સેસ અથવા તો સરચાર્જ લગાવવો કે નવો ટેક્સ લગાવવો તેનો અંતિમ નિર્ણય બજેટ આસપાસ કરવામાં આવી શકે છે. બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. ઈંડસ્ટ્રીની માંગ છે કે આ વર્ષે કોઈ નવો ટેક્સ લગાવવામાં ન આવે. કારણ કે અર્થતંત્ર કોરોના કાળમાં અગાઉથી જ મંદ પડી ગયું છે. આ અંગે નિષ્ણાંતોએ પણ નવો ટેક્સ લગાવવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે હાલ નવા ટેક્સને લાગુ કરવા માટેનો યોગ્ય સમય નથી.

સેસ લગાવવાના પ્રસ્તાવ પર ચર્ચા પણ થઈ છે. આ ચર્ચામાં ધ્યાન કેન્દ્રીત હતું કે એ અમીરો અને કેટલાક ઈનડાયરેક્ટ ટેક્સીસ પર સેસ લગાવવામાં આવી શકે. એક પ્રસ્તાવ એવો પણ છે કે પેટ્રોલિયમ કે ડીઝલ પર એક્સાઈઝ કે કસ્ટમ ડ્યુટીઝ પર સેસ લગાવવામાં આવે. જીએસટી પર જીએસટી કાઉંસિલ નિર્ણય લઈ શકે છે અને કેન્દ્ર પોતાની તરફથી તેના પર કોઈ સેસ નહીં લગાવે. અંદાજ અનુસાર દેશમાં રસીકરણ અભિયાન પર 60,000થી 65,000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. જેમાં લોજિસ્ટિક ખર્ચનો પણ સમાવેશ થાય છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે.

આર્જેટીના સરકાર કોરોના વાયરસના પ્રકોપથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અમીરો પર ટેક્સ લગાવી ચુક્યું છે. તેનાથી દેશના 12,000 ધનિકો પ્રભાવિત થશે. દેશની સંસદે પણ તેને મંજૂરી આપી દીધી છે. આનાથી મળનાર રકમને કોરોના વાયરસથી થતા ખર્ચની ભરપાઈ કરવામાં ઉપયોગમાં લેવામાં આવશે. આમાં મેડિકલ સપ્લાય તથા ગરીબો અને નાના વેપારીઓને આફવામાં આવેલ રાહત સામેલ છે.

(સંકેત)