Site icon Revoi.in

કોવિડની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશના વેપારમાં 45 ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન અને કોવિડના કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે હવે દેશમાં કોવિડની ત્રીજી લહેરના ભણકારા છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા છે ત્યારે દેશના અર્થતંત્ર પર તેની વિપરિત અસર દેખાવાની હવે શરૂ થઇ ચૂકી છે. દેશના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કેન્દ્ર સરકાર તેમજ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને કહ્યું છે કે, કોરોનાથી બચવા માટે તમામ પગલાં ભરવા જોઇએ પણ સાથે સાથે વેપારી પ્રવૃત્તિઓ અને આર્થિક ગતિવિધિઓ ચાલતી રહી તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તે હિતાવહ છે.

દેશના અનેક રાજ્યોમાં ફરીથી કેટલાક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે અને તેની પ્રતિકૂળ અસર વેપાર પર પડી છે. આ વિશે વાત કરતા કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બી સી ભારતીયા તેમજ મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાગુ થયા બાદ છેલ્લા 10 દિવસમાં દેશમાં વેપારમાં 45 ટકાનો ઘટાડો થયો છે. શહેર બહારથી આવનાર ખરીદદારો આવી રહ્યા નથી અને રિટેલ ખરીદી પર અસર થઇ રહી છે.

બહારગામની ખરીદીમાં ઘટાડો, વેપારીઓ પાસે રોકડની અછત અને ઉધારમાં ફસાયેલા પૈસા જેવા કારણોસર વેપારમાં 45 ટકાનો ઘટાડો થયો છે.