Site icon Revoi.in

3500 કરોડ રૂપિયાની ખાંડની નિકાસ સબસિડી પર કેબિનેટની મહોર

Social Share

શેરડીના ખેડૂતોને બાકી રકમ ઝડપથી ચૂકવી દેવામાં આવે તે હેતુસર ચાલુ માર્કેટિંગ વર્ષ 2020-21 દરમિયાન ખાંડની મિલોને 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે અને એના બદલામાં શેરડીના ખેડૂતોને 3500 કરોડ રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય લેવાયો છે. સબસિડીની આ રકમ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા થશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલી ઝંડી આપવામાં આવી છે.

આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ 60 લાખ ટન ખાંડની નિકાસ પર 3500 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરી છે.

CCEEએ પ્રવર્તમાન વર્ષ માટે 1 કિલો પર 6 રૂપિયાની સબસિડીની મંજૂરી આપી છે. જો કે આ રકમ ગત વર્ષ કરતા ઘણી જ ઓછી છે. માર્કેટિગ વર્ષ 2019-20માં એક કિલો ખાંડ પર 10.50 રૂપિયાની સબસિડી મંજૂર કરવામાં આવી હતી.

જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ વર્ષમાં દેશમાં શેરડીનું મબલખ ઉત્પાદન થવાના કારણે શેરડીના ખેડૂતો અને ખાંડની મિલો બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વર્ષે પણ ૨૫૦ લાખ ટન શેરડીની માંગ સામે ૩૧૦ લાખ ટન શેરડીનું ઉત્પાદન થશે.

સરકારના આ નિર્ણથી પાંચ કરોડ ખેડૂતો અને ખાંડની મિલો સાથે સંકળાયેલા પાંચ લાખ કામદારોને ફાયદો થશે. 60 લાખ ટન ખાંડની નિકાસની કારણે ખાંડની મિલોને 18000 કરોડ રૂપિયાની આવક થશે.

કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે શેરડીના ખેડૂતો ખાંડની મિલોને શેરડી વેચે છે પરંતુ ખાંડની મિલો પાસે અગાઉથી જ વધારે સ્ટોક હોવાથી ખાંડની મિલો ખેડૂતોને બાકી રકમ ચૂકવી રહી નથી. સબસિડીની આ રકમ સીધા જ શેરડીના ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે માર્કેટિંગ વર્ષ 2019-20માં ખાંડની મિલોએ 57 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી.

(સંકેત)