Site icon Revoi.in

સરકાર હવે આ 2 બેંકમાં પોતાનો 51% હિસ્સો વેચશે, જાણો કર્મચારીઓ અને ગ્રાહકોને શું અસર થશે?

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવા માટે પસંદગી કરી છે. કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઑવરસીઝ બેંકમાં રહેલો પોતાનો 51 ટકા હિસ્સો વેચી શકે છે.

આ ખાનગીકરણ માટે સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીતિ પંચે આ જ મહિનામાં ખાનગીકરણ માટે સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નામની ભલામણ કરી હતી. નીતિ પંચને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રોની બે બેંકો અને એક વીમા કંપનીનું નામ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

હવે જ્યારે ખાનગીકરણ થવાનું છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે બંને બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોનું શું થશે. જો કે તે અંગે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 16 માર્ચે જ સ્પષ્ટતા કરી હતી કે, ગ્રાહકોને પહેલા જેવી જ સુવિધા મળતી રહેશે અને તેમાં માત્ર ઔપચારિક ફેરફારો થશે, જ્યાર બેંક કર્મીઓની નોકરી પર કોઇ જોખમ નહીં આવે. તેમના પગાર અને પેન્શન તથા અન્ય સુવિધાઓ સહિતના અન્ય હિતોનું સંપૂર્ણ ધ્યાન રખાશે.