Site icon Revoi.in

કોરોનાથી અનેક દેશોના અર્થતંત્રમાં મંદી પરંતુ ચીનની નિકાસમાં વૃદ્વિ

E

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીની અસર હવે ઓછી થવા આવી છે ત્યારે અમેરિકાન અને અન્ય બજારોની સ્થિતિમાં સંગીન સુધારો જોવા મળી રહ્યો છે. આ કારણોસર મે મહિનામાં ચીનની આયાત અને નિકાસમાં વધારો જોવા મળ્યો છે. કોરોનાને કારણે મોટા ભાગના દેશોના અર્થતંત્રને નુકસાન થયું છે ત્યારે બીજી તરફ ચીનની નિકાસ, આયાત અને આર્થિક વિકાસમાં વૃદ્વિ નોંધાઇ છે.

કસ્ટમ દ્વારા જારી આંકડા અનુસાર મે મહિનામાં ચીનની નિકાસમાં ગત વર્ષના સમાન સમયની સરખામણીએ 28 ટકા અને મે મહિનામાં ચીનની આયાત ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 51 ટકા વધી છે.

વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં નિકાસમાં ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં 40 ટકાનો વધારો થયો છે. જ્યારે વર્ષ 2019ના સમાન ગાળાની તુલનામાં 29 ટકાનો વધારો થયો છે.

મે મહિનાની વાત કરીએ તો ચીનની નિકાસ 263.9 અબજ ડોલર રહેવા પામી છે. જ્યારે મે મહિનામાં ચીનની આયાત 218.4 અબજ ડોલર રહી છે. મે મહિનામાં ચીનનો કુલ ટ્રેડ સરપ્લસ 45.53 અબજ રહ્યું છે.

જો કે મે મહિનામાં ચીનની નિકાસ અંદાજ કતા ઓછી રહી છે તેવું પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે.