Site icon Revoi.in

કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 39 % ઘટી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીની વિપરિત અસર દેશના મોટા ભાગના ઉદ્યોગો પર પડી છે અને દેશનો ઓટો ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. કોરોના મહામારીની પ્રતિકૂળ અસરને કારણે, વર્ષ 2020-21માં દેશમાંથી પેસેન્જર વાહનોની નિકાસમાં 39 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સિયામ અનુસાર નિકાસમાં સૌથી મોટો ઘટાડો આ વર્ષના પ્રથમ 6 મહિનામાં થયો છે. સિયામના ડેટા અનુસાર વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 38.92 ટકા ઘટીને 4,04,400 વાહનો થઇ ગઇ છે. વર્ષ 2019-20માં 6,62,118 વાહનોની નિકાસ કરવામાં આવી હતી.

વર્ષ 2020-21માં પેસેન્જર કારની નિકાસ 44.32% ઘટીને 2,64,927 યુનિટ રહી છે. 2019-20માં 4,75,801 વાહનોની નિકાસ કરવામાં આવી હતી. યુટિલિટી વાહનો વિશે વાત કરીએ તો તેમની નિકાસમાં 24.88% ઘટાડો થયો છે. 2020-21માં 4,75,801 વાહનોની નિકાસ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં પણ 2% ઘટાડો થયો છે. કોવિડ રોગચાળાથી ઉદ્યોગને ખૂબ જ નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ વર્ષ 2020-21માં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 2.24% ઘટીને 27,11,457 એકમ થયું, જે એક વર્ષ અગાઉ 27,73,519 યુનિટ હતું.

(સંકેત)