Site icon Revoi.in

ડિસઇન્વેસ્ટમેન્ટ: પીએસયુનો હિસ્સો વેચવા આગામી સપ્તાહે યોજાશે બેઠક

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર હવે ડિસઇન્વેસ્ટમેન્ટની કામગીરીમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના સંદર્ભમાં આગામી સપ્તાહે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં અડધા ડઝન જેટલી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ કે ખાનગીકરણ અંગે નિર્ણય લેવાશે.

વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 પૂર્ણ થવામાં હવે ત્રણ મહિના જ બાકી છે અને સરકાર બજેટમાં નિર્ધારિત તેના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકથી ઘણી દૂર છે. ખાસ કરીને કોરોના મહામારી, લોકડાઉન અને મંદીના કારણે ડિસઇન્વેસ્ટમેન્ટની કામગીરીમાં અપેક્ષા જેટલી વૃદ્વિ થઇ નથી.

કેન્દ્ર સરકાર એસસીઆઇ અને એરલ ઇન્ડિયા બાદ હવે બીઇએમએલ, આઇટીડીસી સહિત અડધા ડઝન જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે આગામી સપ્તાહે બેઠક યોજાશે.

સૂત્રોનુસાર આ બેઠકમાં અડધા ડઝન જેટલી સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે વિચારણા કરાશે. બીઇએમએલમાં 26 ટકા હિસ્સેદારી વેચવા અંગે 28 ડિસેમ્બરના રોજ બેઠક થશે. ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે કોર ગ્રૂપ ઓફ સેક્રેટરીઝની આ બેઠકમાં સ્ટ્રેટેજી સેલ મારફતે સરકારની માલિકીની હિસ્સેદારી વેચવાની રણનીતિ પર ચર્ચા થશે.

આપને જણાવી દઇએ કે હાલ બીઇએમએલમાં સરકારનો હિસ્સો 54.03 ટકા છે. આ બેઠકમાં પ્રીલિમિનરી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ અને એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટને અંતિમ સ્વરૂપ આપવા અંગે નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોનું માનીએ તો આઇટીડીસીમાં સ્ટ્રેજીક સેલની માટે આઇએમજીની બેઠક 30 ડિસેમ્બરના રોજ યોજાશે. આઇટીડીસીની હોટેલ અશોકામાં સ્ટ્રેટેજીક સેલ અંગે આ બેઠક યોજાશે.

(સંકેત)