Site icon Revoi.in

જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં IPOથી કંપનીઓ રૂ.44,000 કરોડ એકત્ર કરશે

Social Share

નવી દિલ્હી: વિતેલુ વર્ષ એટલે કે વર્ષ 2021 IPO માર્કેટ માટે શાનદાર રહ્યું હતું અને IPO મારફતે વિક્રમી રૂ. 1.2 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યા બાદ ચાલુ જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં IPO મારફતે કંપનીઓ રૂ.44000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

ગત વર્ષે અનેક કંપનીઓના આઇપીઓને સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો. કેટલાક રોકાણકારોને જો કે નુકસાન પણ વેઠવું પડ્યું હતું. આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ આઇપીઓનો ધમધમાટ યથાવત્ રહેશે.

આપને જણાવી દઇએ કે, ચાલુ જાન્યુઆરી માસથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળા દરમિયાન ઓયો, ડેલ્હીવરી, અદાણી વિલ્મર, એમક્યોર ફાર્મા, વેદાંત પેશન, પારાદીપ ફોસ્ફેટ, મેદાંતા અને ઇક્સિગો કંપની આઇપીઓ સાથે મુડીબજારમાં પ્રવેશ કરશે.

નોંધનીય છે કે, નવા 2022ના કેલેન્ડર વર્ષમાં શેરબજારમાં 12 થી 15 ટકા રિટર્ન મળે તેવી સંભાવના જણાઇ રહી છે. કોરોના, ક્રૂડની ઉથલપાથલ અને વિદેશી રોકાણકારોના વલણને જોતાં આ વખતે બજારમાં એકધારી તોફાની તેજી જોવા મળે તેવી સંભાવના ઓછી છે.