Site icon Revoi.in

મેક ઇન ઇન્ડિયા: ભારતમાં ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન 2026 સુધીમાં 300 અબજ ડોલર થવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: એક તરફ ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા માટે સતત પ્રયાસરત છે અને પ્રોત્સાહન આપી રહી છે અને બીજી તરફ ભારતના વપરાશને ધ્યાનમાં રાખીને હવે વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ ભારતમાં ઉત્પાદન વધારવા માટે પ્લાન્ટ સ્થાપી રહી છે અને એસેમ્બલિંગ યુનિટનું પણ વિસ્તરણ કરી રહી છે. તેને કારણે આગામી સમયમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક વસ્તુનું ઉત્પાદન વધશે.

વર્ષ 2026 સુધીમાં દેશમાં ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન 300 અબજ ડોલરને પાર પહોંચવાની સંભાવના ઉદ્યોગ સંસ્થા આઇસીઇએ તેના અહેવાલમાં વ્યક્ત કરી છે.

વર્ષ 2025 સુધીમાં ભારતમાં 400 અબજ ડોલરનો ટર્નઓવર લક્ષ્યાંક નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સે નક્કી કર્યો હતો. જો કે આ ક્ષેત્રે પર કોવિડ મહામારીનું ગ્રહણ લાગતા નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવામાં આ ક્ષેત્રેને વધુ વિલંબ થશે.

આ અંગે વાત કરતા ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન(ICA)ના અધ્યક્ષ પંકજ મોહિન્દ્રુ અનુસાર, ટાર્ગેટ ઘટાડાયો છે, પરંતુ તમાં પણ વર્તમાન સ્તરેથી 400 ટકાનો વધારો અંદાજીત છે. આ લક્ષ્યાંક સિદ્વ કરવા માટે સતત નીતિગત પહેલ-સુધારાઓ અને પ્રયાસોની આવશ્યકતા રહેશે.

તેમણે કહ્યું કે એનપીઈ 2019ના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના 300 અબજ ડોલરના લક્ષ્યાંકો 2025-26માં હાંસલ થવા વધુ વ્યાજબી છે. સરકારે ઉદ્યોગ સાથે ચર્ચા કર્યા વિના ટેક્સ ટેરિફમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. જો ભારત ઇલેક્ટ્રોનિક્સ માટે 300 અબજ ડોલરના ઉત્પાદન લક્ષ્યાંકને હાંસલ કરવામાં સક્ષમ થશે તો ભારતના સ્થાનિક બજારની માંગ સંપૂર્ણપણે સંતોષાઈ શકે છે.