Site icon Revoi.in

એલન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં થશે પ્રવેશ, લાયસન્સ માટે શરૂ કરી તૈયારી

Social Share

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક હવે ભારતમાં પ્રવેશ કરવા જઇ રહી છે. ભારતમાં તે ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સ્ટારલિંક કંપની ટૂંક સમયમાં ભારતના યૂઝર્સને ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવા માટે કોમર્શિયલ લાયસન્સની પ્રક્રિયા શરૂ કરશે.

આ માટેની યોજના વિશે વાત કરતા સ્ટાલિંક ઇન્ડિયાના ડાયરેક્ટર સંજય ભાર્ગવે કહ્યું કે, અમને આશા છે કે, 31 જાન્યુઆરી 2022એ અથવા એ પહેલા અમે કોમર્શિયલ લાયસન્સ માટે અરજી કરીશું. સ્ટારલિંકનું લક્ષ્યાંક ડિસેમ્બર 2022 સુધીમાં ભારતમાં બે લાખ ડિવાઇસ ઇનસ્ટોલ કરવાનો છે. જે મોટા ભાગના દેશના ગ્રામીણ વિસ્તારોમાં નાંખવામાં આવશે.

આ પહેલા ભાર્ગવે જાહેરાત કરી હતી કે, SpaceXની ભારતમાં 100 ટકા માલિકીની કંપની છે અને લાયસન્સ માટે પ્રક્રિયા શરું કરી રહી છે. તેમણે એવો ખુલાસો કર્યો હતો કે, કંપનીને ભારતમાં 5000 પ્રિઓર્ડર મળી ગયા છે. એવામાં કંપની અન્ય મોટી કંપનીઓની સ્પર્ધામાં ઉતરી શકે છે.

કંપની ભારતના અંતરિયાળ ગામોમાં જ્યાં બ્રોડબેન્ડ ના હોય ત્યાં 100 ટકા બ્રોડબેન્ડની યોજના ધરાવે છે અને તે પ્રકારના ગામડાઓ સાથે જોડાવા માંગે છે. કંપનીની યોજના ટેરસ્ટ્રિયલ બ્રોડબેન્ડ દ્વારા સર્વિસ આપવાની છે.