Site icon Revoi.in

ઓમિક્રોન વેરિએન્ટથી સપ્લાય બનશે પડકારજનક, નિકાસ પણ પ્રભાવિત થવાની આશંકા

Social Share

નવી દિલ્હી: કોવિડના નવા ઓમિક્રોન વેરિએન્ટને કારણે સપ્લાય મામલે ફરીથી કેટલીક મુશ્કેલીઓના એંધાણ છે. આ જ કારણોસર ભારતમાંથી વિદેશમાં કરાતી નિકસાનો વૃદ્વિદર વર્ષ 2022-23માં વાર્ષિક તુલનાએ ઓછો રહી શકે છે.

ભારતની નિકાસ આગામી નાણાકીય વર્ષે 15 થી 20 ટકા તેનાથી વધારે વૃદ્વિ દર્શાવી શકે છે. જે સમગ્ર વિશ્વમાં કોવિડ વેક્સિનની પરિસ્થિતિ કેવી રહે છે તે વાત પર નિર્ભર કરે છે તેવું ફેડરેશન ઑફ એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું.

કોવિડ-19 વાયરસના નવા વેરિયન્ટ અને સપ્લાય મામલે આગામી સમય અમે પડકારજનક રહેવાનું નિહાળી રહ્યા છે આથી અમે થોડાંક પરંપરાગત વલણ અપનાવી રહ્યા છે અને આગામી નાણાંકીય વર્ષ દરમિયાન 460થી 475 અબજ ડોલર ની નિકાસનો લક્ષ્ય રહેશે.

નોંધનીય છે કે,  નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતે 290.63 અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કરી હતી અને ચાલુ વર્ષે તે 400 અબજ ડોલરને સ્પર્શી જવાનો લક્ષ્ય છે. જો કે આ માટે નિકાસમાં 30થી 35 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક મુશ્કેલ છે, ખાસ કરીને તેની માટે વધારાની નિકાસ અને ક્ષમતામાં વૃદ્ધિ કરવાની જરૂર પડશે.