Site icon Revoi.in

31 ડિસેમ્બર પહેલાં આ કામ પતાવો બાકી 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે

Social Share

નવી દિલ્હી: દેશભરમાં કોરોના મહામારી વચ્ચે ઇન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખને વધારીને 31 ડિસેમ્બર 2020 કરી છે. જો તમે આ સમય સુધીમાં તમારું ITR ફાઇલ નથી કરતા તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. જો કે 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોએ 1 હજાર રૂપિયાની લેટ ફી ભરવાની રહેશે.

જો તમે 31 ડિસેમ્બર પહેલા રિટર્ન ફાઇલ નથી કરતા તો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દંડ લેવામાં આવશે. જો કરદાતા 31 ડિસેમ્બર બાદ આઇટી રિટર્ન ભરે છે તો કરદાતાએ 10,000 રૂપિયા સુધીની લેટ ફી ભરવી પડી શકે છે.

આપને જણાવી દઇએ કે દરેક કરદાતાએ ITR ફાઇલ કરવું જરૂરી છે. ITR ઓફલાઇન કે ઓનલાઇન ભરી શકાય છે. જો ઓફલાઇન મોડમાં તમારે ITR ભરવું હોય તો ફક્ત ફોર્મ-1 અને ફોર્મ 4 જ ભરી શકાય છે. જો કરદાતા ઇચ્છે તો સોફ્ટવેરની મદદથી પણ ITR જમા કરી શકે છે. જાવા કે એક્સલ ફોર્મેટમાં એપ્લિકેબલ ITR ફોર્મ ડાઉનલોડ કરીને તેને ઓફલાઇન ભરી શકાય છે. ઇ ફાઇલિંગ પોર્ટલ પર લોગઇન કરીને અપલોડ કરી શકાય છે.

કરદાતા ઑફલાઇન ITR ભરવા ઇચ્છે છે તો પહેલાં ઇન્કમ ટેક્સની ઇ ફાઇલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. અહીં ઇન્કમ ટેક્સ સોફ્ટવેર પર ક્લિક કરીને મેનૂમાં ડાઉનલોડ પર જાઓ. ફરી તમારું એસેસમેન્ટ પસંદ કરો અને એપ્લિકેબલ ITR ડાઉનલોડ કરો. આ પછી ફોર્મ ભરો. કરદાતા પ્રી ફિલ્ડ એક્સએમએલ પણ ડાઉનલોડ કરી શકે છે. તેમાં અનેક જાણકારી પહેલાંથી જ ભરેલી હશે. તેના માટે ઇ ફાઇલિંગ પોર્ટલમાં લોગ ઇન કરીને માય એકાઉન્ટ મેન્યૂમાં ડાઉનલોડ પ્રી ફિલ્ડ એક્સએમએલ પર ક્લિક કરીને ડાઉનલોડ કરવાનું રહેશે.

ITR ભર્યા પછી છેલ્લો વિકલ્પ સોફ્ટવેરની મદદથી ફાઇલ કરવાનો છે. આ રીતે ITR ફાઇલ કરી શકાય છે. તેમાં એકવાર ડેટા ભર્યા પછી ફરી ભરવાની જરૂર રહેતી નથી. સોફ્ટવેર યૂઝર્સને કંપેરિઝન, રિકન્સિલેશન, એરર રેક્ટિફિકેશનની સુવિધા આપે છે.

(સંકેત)