Site icon Revoi.in

આગામી સમયમાં આવી રહ્યા છે આ કંપનીઓના IPO, રોકાણ કરવા માટે રહેજો તૈયાર

Social Share

નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે હાલમાં ઇક્વિટી માર્કેટમાં વિવિધ કંપનીઓના IPOની વણઝાર જોવા મળી રહી છે ત્યારે આગામી બે ત્રણ વર્ષમાં દેશની મોટી ઇન્ટરનેટ આધારિત કંપનીઓ પણ IPO લાવવાની તૈયારીમાં છે. આ કંપનીઓમાં એજ્યુકેશન ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ બાયજુસ, ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ, ફૂડ ડિલીવરી કંપની ઝોમાટો અને કેબ એગ્રિગેટર કંપની ઓલાનો સમાવેશ થાય છે.

આ કંપનીઓ નફો રળવાની યોજના ઉપરાંત નવા વ્યાવસાયિક ક્ષેત્રોમાં નવીનતા ઉભી કરી તેમની ફાઇનાન્સ અને કાનૂની ટીમે સાથે પરામર્શ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેથી ભારત અને વિદેશમાં સૂચિબદ્વ થઇ શકાય. વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ અને ડિજીટલ પેમેન્ટ કંપની ફોન પે 2022 સુધીમાં USમાં IPO લાવવાની યોજના ધરાવે છે.

ફ્લિપકાર્ટની નજર IPOના આશરે 40 અબજ ડોલરના વેલ્યુએશન પર છે. તેમણે કહ્યું કે, ફોનપે તેના IPOને એક અલગ એકમના રૂપે લાવવાની યોજના ધરાવે છે અને આશરે 10 અબજ ડોલરના મૂલ્યાંકનનું લક્ષ્યાંક બનાવી રહી છે.

જુલાઈમાં વિશ્વની સૌથી મોટી રિટેલર વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 1.2 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું, ત્યારબાદ વોલમાર્ટનો ફ્લિપકાર્ટમાં હિસ્સો 24.9 અબજ ડોલર થયો હતો.

(સંકેત)