Site icon Revoi.in

વિદેશી રોકાણકારોએ ભારતમાંથી રૂ.929 કરોડ પાછા ખેંચ્યા

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરથી શેરમાર્કેટ સૌથી વધુ પ્રભાવિત થયું છે. હકીકતમાં, દેશના કેટલાક વિસ્તારોમાં સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોથી લોકમાં ડર અને ચિંતા જોવા મળી રહી છે.

કોરોનાના સતત વધતા કેસોને પગલે હવે વિદેશી રોકાણકારો પણ ચિંતિત થઇને ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યાં છે. માર્ચ સુધી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારમાં નાણાં રોક્યા હતાં. જ્યારે બીજી તરફ એપ્રિલ મહિનામાં અત્યાર સુધી FPIએ નાણાં પરત લીધા છે. એફપીઆઇએ એપ્રિલમાં અત્યારસુધીમાં 929 કરોડ રૂપિયાનું રોકાણ પરત લીધું છે.

કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે આિર્થક સંકટ ઘેરાવાને શક્યતાને પગલે ભારતીય રોકાણકારો પણ ભારતીય બજારમાંથી રોકાણ પરત ખેંચી રહ્યાં છે. રોકાણકારોના આંકડા અનુસાર1થી 9 એપ્રિલ દરમિયાન વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી 740 કરોડ રૂપિયા અને બોન્ડ બજારમાંથી 189 કરોડ રૂપિયા પરત ખેંચી લીધા છે. એટલે કે કુલ 929 કરોડ રૂપિયાનું રોકાણ પાછુ ખેંચ્યુ છે.

આ અગાઉ, માર્ચ 2021માં FPIએ ભારતીય બજારોમાં 1,73,045 કરોડ રૂપિયા, ફેબ્રુઆરીમાં 23,633 કરોડ રૂપિયા તેમજ જાન્યુઆરીમાં 14,649 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

બીજી તરફ ડૉલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. મહત્વનું છે કે નાણાકીય નીતિની સમીક્ષામાં RBIએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 1 લાખ રૂપિયાની સરકારી સિક્યોરિટીઝને ખરીદવાની જાહેરાત કરી હતી. જેના કારણે ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું હતું.

(સંકેત)