Site icon Revoi.in

FY21ના ચારેય ક્વાર્ટરમાં GDP રહેશે નકારાત્મક: રિપોર્ટ

Social Share

કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થઇ છે. ભારતના અર્થતંત્રનો ચિતાર રજૂ કરતો એક રિપોર્ટ એસબીઆઇ ઇકોવર્પ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ અને લોકડાઉન 54 વર્ષ પહેલાની મૂવિ, ધ ગુડ, ધ બેડ અને ધ અગ્લીની યાદ અપાવે છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી વૃદ્વિદરને -20 ટકાથી -16 ટકા પર મૂકવામાં આવ્યો છે.

4 ત્રિમાસિક ગાળાનો જીડીપી ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન

પ્રવર્તમાન નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ચારેય ત્રિમાસિક ગાળાનો વૃદ્વિ દર નેગેટિવ રહેવાનું અનુમાન છે. બીજી તરફ સમગ્ર વર્ષનો ગ્રોથ રેટ બે આંકડામાં નકારાત્મક રહેવાનું અનુમાન છે. વર્તમાન સ્થિતિ દરમિયાન લિસ્ટેડ કંપનીઓના નાણાકીય પરિણામો પર નજર કરીએ તો પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવક ઘટાડાની સરખામણીએ કોર્પોરેટ જીવીએની હાલત સારી છે.

રિપોર્ટમાં દર્શાવેલા આંકડા અનુસાર કંપોસાઇટ લિન્ડિંગ ઇન્ડિકેટર અને મંથલી એક્સલેરેશન ટ્રેકર પર આને ટેકો મળ્યો છે. બિઝનેસ ડીસપેર્શન ઇન્ડેક્સમાં પણ તાજેતરના સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરી વિસ્તારોમાં માથાદીઠ માસિક ખર્ચ ગ્રામીણ વિસ્તારો કરતા 1.8 ગણો વધુ છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં વેતન વૃદ્વિદર નેગેટિવ જોવા મળે છે. આમ ગ્રામીણ રિકવરીની જીડીપી વૃદ્વિ પર ખાસ અસર જોવા મળશે નહીં.

નોંધનીય છે કે, કોરોના વાયરસ પ્રકોપની વાત કરીયે તો જુલાઈ અને ઓગષ્ટ માસમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનાં દર્દીઓ વધ્યા છે. ઓગષ્ટ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસની ટકાવારી 54.54 ટકાએ પહોંચી છે.  આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ગામડાઓમાં કોરોના વાયરસનું પ્રમાણ વધ્યું છે.

(સંકેત)