Site icon Revoi.in

ભારતની ડિજીટલ ઇકોસિસ્ટમ બનશે વ્યાપક, ગૂગલે એરટેલમાં કર્યું $1 બિલિયનનું રોકાણ

Social Share

નવી દિલ્હી: ભારતમાં ડિજીટલ ઇકોસિસ્ટમને આકાર આપવા માટે હવે ગૂગલ સક્રિય થયુ છે. દેશમાં પરવડે તેવા દરે સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવા તેમજ 5જી સર્વિસેઝને લઇને અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ અને ભારતી એરટેલે કરાર કર્યા છે. ગૂગલે ભારતી એરટેલમાં 1 અરબ ડોલરના રોકાણનું એલાન કર્યું છે. આ ડીલના એલાન બાદ ભારતી એરટેલને શેર્સમાં તેજી જોવા મળી હતી.

ગૂગલ ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં 1 અરબ ડોલરનું રોકાણ કરશે. જેમાં 70 કરોડ ડોલર દ્વારા ગૂગલ ભારતી એરટેલમાં 1.28 ટકા ભાગીદારી ખરીદશે. શુક્રવારની ફાઇલિંગ પ્રમાણે ભારતી એરટેલમાં 734 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ હિસ્સો ખરીદશે. તે ઉપરાંત કોમર્શિયલ એગ્રીમેન્ટ્સ પર 300 કરોડ ડોલરનું રોકાણ કરાશે.

આ અંગે વાત કરતા ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે કહ્યું કે, એરટેલ અને ગૂગલ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ દ્વારા ભારતના ડિજીટલ ડિવિડન્ડના વિઝનને આગળ લઇ જશે. ફ્યૂચર રેડી નેટવર્ક, ડિજીટલ પ્લેટફોર્મ, સમગ્ર દેશમાં ડિસ્ટ્રિબ્યુશન ક્ષમતા અને પેમેન્ટ્સ ઇકોસિસ્ટમની સાથે કંપની ગૂગલની સાથે મળીને આગળ વધશે. આ ભાગીદારીથી ભારતના ડિજીટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવાશે.