Site icon Revoi.in

ગૂગલ ભારતની કંપનીઓમાં કરશે રૂ.109 કરોડનું કરશે રોકાણ

Social Share

કેલિફોર્નિયા: ટેક જાયન્ટ ગૂગલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા લેટિન અમેરિકા અને એશિયાની નાની અને મધ્યમ કદની કંપનીઓમાં ગૂગલ 7.5 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે. આલ્ફાબેટ ઇન્કનું આ યુનિટ યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઉપરાંત આ બંને મહાદ્વીપોના બે સંગઠનો સાથે કરાર કરી રહી છે. ગૂગલનો આ ફંડિગ પ્લાન કોરોના વાયરસ વિરુદ્વ તેની તરફથી ગત વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવેલા અભિયાનનો હિસ્સો છે. આ હેઠળ ગુગલ ભારતીય કંપનીઓમાં 109 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે.

ગૂગલે ગઇકાલે જણાવ્યું હતું કે તે બે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરશે. તેના થકી ગૂગલ 1000 જેટલી નાની યુરોપિયન કંપનીઓને દોઢ કરોડ ડોલરની સહાય કરશે. આ ઉપરાંત તે 200 લાઇફ સાયન્સિઝ કંપનીઓને સપોર્ટ આપનારા ઇટીએફને 1 કરોડ ડોલરની રકમ આપશે. ઇટીએફ યુરોપિયન યુનિયનની લેન્ડિંગ યુનિટ યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક ગ્રૂપનો હિસ્સો છે.

નોંધનીય છે કે લેટિન અમેરિકામાં ગુગલ ઇન્ટર અમેરિકન ડેવલપમેન્ટ બેંક સાથે કામ કરશે અને નાની કંપનીઓને 80 લાખ ડોલરની લોન આપશે. તેણે આફ્રિકા, ગલ્ફના દેશો તેમજ ઇન્ડોનેશિયાની કંપનીઓને મદદ કરવા માટે 2.6 કરોડ ડોલરનું ફંડ બનાવ્યું છે.

(સંકેત)