Site icon Revoi.in

LICમાં સરકાર 10 ટકા ભાગીદારી વેચી શકે છે, કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર

Social Share

કેન્દ્ર સરકાર હવે LICમાં પોતાની કુલ 10 ટકા ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે. તે ઉપરાંત સરકાર મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરી શકે છે. રિટેલ રોકાણકારોને પણ સરકાર ખાસ ઓફર આપે તેવી સંભાવના છે. નાણાં મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. આ અંતર્ગત LIC ACTમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.

સૂત્રોનુસાર LICમાં સરકારની 25 ટકા ભાગીદારીનો પ્રસ્તાવ છે. સરકારની IPOના માધ્યમથી ભાગીદારી વેચવાની તૈયારી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં જ બોનસ પણ જાહેર કરી શકે છે.

સરકાર IPOના માધ્યમથી LICમાં પોતાનો 10 ટકા હિસ્સો વેચી શકે છે. સૂત્રોનુસાર કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર કરાયો છે. કર્મચારીઓ માટે 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાની પણ શક્યતા છે. તે ઉપરાંત રિટેલ ઇન્વેસ્ટર્સ અને કર્મચારીઓ માટે 5 ટકા શેર્સ રિઝર્વ રાખી શકે છે.

આ વેચાણ માટે LIC ACT 1956માં 6સ મોટા ફેરફાર કરવામાં આવશે. LIC Act 1956માં શેર હોલ્ડર્સની વચ્ચે ફાયદો વેચવા, ઓથોરાઇઝ્ડ કેપિટલ અને ઇશ્યૂડ કેપિટલની જોગવાઇ કરાશે. મેનેજમેન્ટ બોર્ડમાં ફેરફાર માટે જોગવાઇ કરવામાં આવશે. જેના પર કેબિનેટ ડ્રાફ્ટ નોટ તૈયાર થઇ ચૂકી છે જેને જલ્દી મંજૂરી મળશે.

(સંકેત)