Site icon Revoi.in

પીએમ કિસાન યોજનામાં હવે સહાય રકમ વધવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. જેમાં દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે. તેમાં 2-2 હજાર રૂપિયાના હપ્તા મળે છે. કોરોના કાળ દરમિયાન ખેડૂતો આમાં વધારાની માંગ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં આ વધારો થવાની સંભાવના છે. સરકારના આ વધારાના નિર્ણયથી ખેડૂતોને વધુ ફાયદો થઇ શકે છે. નિષ્ણાતો અનુસાર, ખેડૂત કાયદાના વિરોધમાં લાગેલા ખેડૂતોને ખુશ કરવાના હેતુથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં તેમના હિતમાં નિર્ણય લઇ શકે છે.

આપને જણાવી દઇએ કે, પ્રારંભિક સમયમાં ખેડૂત સન્માન નિધિ યોજનાનું બજેટ અંદાજે 1.51 લાખ ડોલર રૂપિયા હતું. ત્યારબાદ તેમાં નજીવા વધારા સાથે 1.55 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું. જો કે ખેડૂતો માટે આ પર્યાપ્ત નથી. એવામાં તેઓ બજેટ વધારવા માંગ કરી રહ્યા હતા. ખેડૂતોનો મત એવો છે કે 1 એકર જમીનમાં ધાનનો પાક લગાવવામાં તેમને લગભગ 3.30થી લઇ 5000 રૂપિયા લગાવવા પડે છે. તેમજ ઘઉં વાવવા માટે તેમાં 2 થી 2500 રૂપિયા લાગે છે. એવામાં સરકાર તરફથી આપવામાં આવતી રકમ ઓછી છે.

નોંધનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની 100 ટકા ફંડ મેળવવાની સ્કીમ છે. જેની શરૂઆત વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં કરવામાં આવી હતી. તેમાં નાના તેમજ સીમંત ખેડૂતોને લાભ આપવામાં આવે છે. સરકારે હજુ સુધી અંદાજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

(સંકેત)