Site icon Revoi.in

HDFCની ગ્રાહકો માટેની નવી પહેલ, ઉપલબ્ધ કરાવશે આ સુવિધા

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સતત વધી રહેલા કેસ અને દેશના અનેક ભાગોમાં લાદવામાં આવેલા નિયંત્રણોને જોતા HDFC બેંકે ગ્રાહકોને મદદરૂપ થવા માટે એક નવી પહેલ આદરી છે. HDFC બેંકે સમગ્ર ભારતમાં ઑટોમેટેડ ટેલર મશીન્સ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધિત વિસ્તારમાં મૂકવામાં આવેલા આ મોબાઇલ એટીએમથી સામાન્ય લોકો રોકડ ઉપાડી શકશે અને પોતાના વિસ્તારમાંથી બહાર જવાની જરૂરિયાતને દૂર કરી દેશે.

આપને જણાવી દઇએ કે ગત વર્ષે લોકડાઉન દરમિયાન HDFC બેંકે 50 શહેરમાં મોબાઇલ એટીએમને ઉપલબ્ધ કરાવ્યાં હતાં અને લાખો ગ્રાહકોને તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે રોકડની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.

કઇ રીતે કરી શકાશે ઉપયોગ

આ મોબાઇલ એટીએમના ઉપયોગ વિશે વાત કરીએ તો ગ્રાહકો આ મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15 પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જે એક ચોક્કસ સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલિત થશે. મોબાઇલ એટીએમ એક દિવસમાં 3 કે 4 સ્ટોપને આવરી લેશે. એટીએમ માટે લોકોને લાઇનમાં ઊભા રાખતી વખતે સામાજીક અંતર સંબંધિત તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે તેમજ સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષાની ખાતરી કરવા માટે સેનિટાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે જણાવતા HDFC બેંકના લાયેબિલિટ પ્રોડક્ટ્સ, થર્ડ પાર્ટી પ્રોડકટ્સ બિઝનેસના હેડ એસ. સંપથકુમારે જણાવ્યું હતું કે, અમને આશા છે કે, જે લોકો પોતાનો વિસ્તાર છોડીને બહાર જવાનું સાહસ ખેડ્યાં વગર મૂળભૂત નાણાકીય સેવાયો મેળવવા માંગે છે, તેમના માટે મોબાઇલ એટીએમ લાભદાયક સાબિત થશે.

(સંકેત)