Site icon Revoi.in

HDFC બેંક સહિત આ બે બેંકે FD પરના વ્યાજદર ઘટાડ્યા

Social Share

નવી દિલ્હી: જો તમે પણ HDFC બેંકના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હકીકતમાં, HDFC બેંકએ ફિક્સ ડિપોઝિટ (FD)નાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકે 1 થી 2 વર્ષની અંદર મેચ્યોર થનારી FD ના વ્યાજદરમાં આ બદલાવ કર્યો છે. નવા દરો 13 નવેમ્બરથી લાગુ થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે બેંકે ઑક્ટોબર 2020માં એફડીના વ્યાજદરમાં બદલાવ લાવ્યો હતો.

જાણો હવે HDFCમાં એફડી પર કેટલું મળશે વ્યાજ

એચડીએફસી બેંકના ગ્રાહકોને હવે 1 વર્ષ કે 2 વર્ષની એફડી પર 4.90 ટકા વ્યાજ મળશે. નવા વ્યાજદર મુજબ, 7 થી 14 દિવસ અને 15 થી 29 દિવસમાં મેચ્યોર થનારી એફડી પર હવે ગ્રાહકોને 2.5 ટકા વ્યાજ મળશે. તો 30થી 45 દિવસ, 46થી 60 દિવસ અને 61 થી 90 દિવસની એફડી પર 3 ટકા વ્યાજદર મળશે. આ ઉપરાંત 91 થી 6 મહિનાની મેચ્યોરિટી વાળી એફડી પર 3.5 ટકા વ્યાજ મળશે. તો 6થી 9 અને 9થી 1 વર્ષમાં મેચ્યોર થનારી એફડી પર 4.4 ટકા વ્યાજદરો મળશે. 1થી 2 વર્ષની એફડી પર 4.9 ટકા વ્યાજ મળશે. 2 થી 3 વર્ષની FD પર 5.15 ટકા અને 3 થી 5 વર્ષની FD પર 5.30 ટકા વ્યાજ મળશે.

એક્સિસ બેંકે પણ FD પરના વ્યાજદરો ઘટાડ્યા

એક્સિસ બેંક દ્વારા પણ FD પર વ્યાજદરમાં બદલાવ કરવામાં આવ્યો છે અને આ નવા વ્યાજદરો 13 નવેમ્બરથી લાગૂ થયા છે. એક્સિસ બેંકમાં 7 થી 29 દિવસની FD પર 2.50 ટકા, 30થી 3 મહિનાની FD પર 3 ટકા અને 3 મહિનાથી 6 મહિનાની FD પર 3.5 ટકા વ્યાજ મળશે. તે ઉપરાંત 6 થી 11 મહિનાની FD પર 4.40 ટકા વ્યાજદર મળશે. 11 મહિના 25 દિવસથી 1 વર્ષ 5 દિવસથી ઓછી FD પર 5.15 ટકા વ્યાજ છે અને 18 મહિનાથી લઇ 2 વર્ષથી ઓછી અવધિની FD પર 5.25 ટકા વ્યાજદરો છે.

SBI 7 થી 45 દિવસની મેચ્યોર થનારી FD પર 2.9 ટકા વ્યાજદર આપે છે. તો 46 થી 179 દિવસમાં મેચ્યોર થનારી ફિક્સ ડિપોઝિટ પર 3.9 ટકા, 180 થી 210 દિવસ પર 4.4 ટકા અને 211 દિવસથી 1 વર્ષમાં મેચ્યોર થનારી FD પર 4.4 ટકા વ્યાજ આપે છે.

ખાનગી ક્ષેત્રનાં ICICI બેંક 7 થી 29 દિવસમાં મેચ્યોર થનારી ટર્મ ડિપોઝિટ પર ગ્રાહકોને 2.5 ટકા વ્યાજ આપે છે. તો 30થી 90 દિવસમાં મેચ્યોર થનારી ફિક્સ્ડ ડિપોઝિટ પર 3 ટકા, 91 થી 184 દિવસ પર 3.5 ટકા અને 185 દિવસથી એક વર્ષમાં મેચ્યોર થનારી એફડી પર 4.4 ટકા વ્યાજ મળશે. તો, 1 થી દોઢ વર્ષની મેચ્યોર થનારી FD પર 4.9 ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત 18 મહિનાથી 2 વર્ષની વચ્ચે મેચ્યોર થનારી FD પર 5 ટકા વ્યાજ મળશે.

(સંકેત)