Site icon Revoi.in

દેશમાં મંદી હળવી થવાના સંકેત, ત્રીજા ત્રિમાસિક ગાળામાં મકાનોના વેચાણમાં તેજી

Social Share

કોરોના કાળને કારણે દેશમાં માર્ચ થી જૂન માસ દરમિયાન મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ બાદમાં અનલોકની પ્રક્રિયા ચાલુ થયા બાદ ગતિવિધિઓ ફરી ધમધમતા દેશ ધીરે ધીરે મંદીમાંથી ઉગરી રહ્યું હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રહેણાંક મકાનોના વેચાણમાં સુધારો થયો છે અને બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ત્રીજા ક્વાર્ટરમાં 34 ટકાનો વધારો થયો છે.

JLL દ્વારા કરાયેલા એક રિસર્ચના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે સ્ટોક ખતમ કરવાના સંભવિત સમય 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં 3.6 વર્ષની સરખામણીએ વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4 વર્ષ થઇ ગયું છે.

આ ત્રિમાસિક ગાળામાં કુલ વેચાણમાં મુંબઇની હિસ્સેદારી 29 ટકા, દિલ્હીની 22 ટકા, જેએલએલ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે વેચાણની ગતિવિધિઓમાં તેજી ચેન્નાઇ, હૈદરાબાદ અને પુનામાં માંગ વધી છે તેના કારણે છે.

JLL અનુસાર નવી ઓફર ત્રીજા ત્રિમાસિક ગાળામાં 12,654 એકમો રહી છે, જે ત્રીજા ત્રિમાસિક ગાળાના આધારે 14 ટકાના ઘટાડા સાથે છે. આ ક્વાર્ટરમાં નવી રજુઆતમાં હૈદરાબાદ અને મુંબઇ મળીને 60 ટકા વધારો છે. નવી તકોમાં ઘટાડો મુખ્યત્વે બેંગલુરુથી આવ્યો છે, જ્યાં તે 2020 ના બીજા ક્વાર્ટરની તુલનામાં 80 ટકાનો ઘટાડો થયો છે.

નોંધની છે કે ત્રીજા ક્વાર્ટરમાં મધ્યમ અને સસ્તા મકાનોની ખરીદી કેન્દ્રમાં રહી છે અને નવી ઓફરમાં 75 ટકા ફ્લેટ્સ રૂપિયા 1 કરોડની નીચેની કેટેગરીમાં છે. આ કેટેગરીના મકાનો આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રિત કરે તેવી સંભાવના છે કારણ કે વિકાસકર્તાઓ આ કેટેગરીમાં વધી રહેલી માંગનો લાભ લેવા માટે કામ કરી રહ્યા છે.

(સંકેત)