Site icon Revoi.in

વાંચો મૂલ્યની દૃષ્ટિએ વિશ્વની ટોચની 500 કંપનીઓની યાદી

Social Share

નવી દિલ્હી: ભારતની 11 ખાનગી ક્ષેત્રની કંપનીઓએ વિશ્વની 500 સૌથી કિંમતી કંપનીઓમાં યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે. આ પ્રતિષ્ઠિત સૂચિમાં ભારત દેશ 10માં ક્રમે છે, ગત વર્ષે આ 11 કંપનીઓમાં કુલ મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો છે અને તેનું મૂલ્ય 805 અબજ ડોલર અથવા ભારતના જીડીપીના લગભગ એક તૃતીયાંશ છે.

હારૂન ગ્લોબલ 500ના રિપોર્ટ મુજબ, કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેંકના બાદ કરતા આ યાદીમાં સામેલ આ કંપનીઓના મૂલ્યાંકનમાં વધારો થયો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થાનિક કંપનીઓમાં ટોચ પર છે. 1 ડિસેમ્બર સુધીમાં કંપનીનું વેલ્યુએશન વર્ષ દરમિયાન 20.5 ટકા વધીને 168.8 અબજ ડોલર થયું છે. કંપની વૈશ્વિક સૂચિમાં 54માં ક્રમાંકે છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) વર્ષ દરમિયાન 30 ટકા વધીને 139 અબજ ડોલર થઈ છે. કંપની વૈશ્વિક સ્તરે 73મી અને ભારતની બીજી સૌથી કિંમતી કંપની છે. રિપોર્ટ અનુસાર, એચડીએફસી બેંકનું વેલ્યુએશન 11.5 ટકા વધીને 107.5 અબજ ડોલર થયું છે, જ્યારે હિન્દુસ્તાન લીવર 3.3 ટકા વધીને 68.2 અબજ ડોલર રહ્યું છે. ઈન્ફોસિસનું વેલ્યુએશન 56.6 ટકા વધીને 66 અબજ ડોલર થયું છે, જ્યારે એચડીએફસી લિ. 2.1 ટકા વધીને 56.4 અબજ ડોલર રહ્યું. કોટક મહિન્દ્રા બેન્કનું મૂલ્ય 16.8 ટકાના વધારા સાથે 50.6 અબજ ડોલર રહ્યું હતું.

રિપોર્ટ અનુસાર, આઈસીઆઈસીઆઈ બેંકનું વેલ્યુએશન 0.5 ટકા ઘટીને 45.6 અબજ ડોલર થયું છે. આ અર્થમાં, કંપની આ યાદીમાં 316 માં ક્રમે છે. જ્યારે આઇટીસીનું વેલ્યુએશન 22 ટકા ઘટીને 32.6 અબજ ડોલર થયું છે અને તે યાદીમાં 480 માં ક્રમે છે. એપલ 500 કંપનીઓની યાદીમાં 2,100 અબજ ડોલરના મૂલ્યાંકન સાથે ટોચ પર છે. બીજા સ્થાને 1,600 અબજ સાથે માઈક્રોસોફ્ટ આવે છે.

યાદીમાં 242 કંપનીઓ અમેરિકન છે જ્યારે 51 કંપની ચીન અને 30 કંપની જાપાનની છે. રિપોર્ટ અનુસાર એસબીઆઈ, જાહેર ક્ષેત્રના એકમોમાં દેશની સૌથી મોટી બેંક, 45 એકમોની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

(સંકેત)