Site icon Revoi.in

આ ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારોને આપ્યું તગડું રિટર્ન, 24 કલાકમાં જ 67,000 ટકા વધી

Social Share

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં અનિશ્વિતતા છતાં કેટલીક ક્રિપ્ટોકરન્સી એવી પણ છે જે રાતોરાત રોકાણકારોને બખ્ખા કરાવી રહી છે અને તગડું રિટર્ન આપી રહી છે. સ્કિવડ, શીબા ઇનુ અને કોકોસ્વેપએ આવું જ કર્યું છે. આ બધી ક્રિપ્ટોકરન્સી એક-એક દિવસમાં હજારો ટકા રિટર્ન આપી ચૂકી છે. હવે આ યાદીમાં હસ્કીએક્સનું નામ જોડાઇ ગયું છે. આ નવા ક્રિપ્ટો કોઇને છેલ્લા 24 કલાકમાં લગભગ 67,000 ટકા રિટર્ન આપ્યું છે. આ ડિજીટલ ટોકનની માર્કેટ વેલ્યુ 1.5 અબજ ડોલર થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત એક દિવસમાં 10.6 લાખ મિલિયન ડોલર વેલ્યુ સાથે હસ્કીએક્સના ટ્રેડિંગમાં લગભગ 3,450 ટકાનો વધારો થયો છે. હાલમાં સર્ક્યુલેશનમાં કુલ 9,90,030.97 અબજ ટોકન છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, ડોગ-થીમવાળા કોઈન હાલમાં ચલણમાં છે અને હસ્કીએક્સ ટોકન તેમાં સામેલ થઈ ગયો છે.

હસ્કીએક્સ સપ્લાયમાં વધારા કે ઘટાડાને એડજેસ્ટ કરવા માટે ‘રીબેસિંગ’ નામનું એક નવું કોન્સેપ્ટ લાવ્યું છે. રીબેસ એ સુનિશ્ચિત કરે છે કે, ટોકનના સર્ક્યુલેટિંગ સપ્લાયમાં વધારા કે ઘટાડા છતાં ટોકનની વેલ્યુ બદલાતી નથી. ખાસ કરીને કિંમત ઘટાડો થવા પર રીબેસ શરૂ થઈ જાય છે. તે હસ્કીએક્સમાં આવેલી તેજીના કારણોમાંથી એક છે.

હસ્કીએક્સ એક ડિફ્લેશ્નરી ટોકન છે, જેનો અર્થ છે કે, સપ્લાય કાયમ ઓછો થઈ રહ્યો છે, જેથી તે વધુમાં વધુ દુર્લભ થઈ ગયો છે. દરેક હસ્કીએક્સ લેવડ-દેવડ પર ટેક્સ લગાવાય છે અને ટોકનના એક નાની ટકાવારીનો અંત લાવી દેવાય છે. પરંતુ, તેને હોલ્ડ કરવાનું ફાયદાકારક પણ બની શકે છે.

બજારના જાણકારો અને એનાલિસ્ટ્સનું કહેવું છે કે, રોકાણકારોએ રોકાણ કરતા પહેલા ટોકનને સમજી લેવો જોઈએ. પેન્થર ક્વાન્ટના ફાઉન્ડર માનવ બજાજના જણાવ્યા મુજબ, હસ્કીએક્સ ટોકનમાં કેટલીક મુશ્કેલીઓની શક્યતા છે અને તેમાં રૂપિયા રોકતા પહેલા તમારે તપાસ કરી લેવી જોઈએ. આ કોઈનમાં લગભગ શૂન્ય લિક્વિડિટી અને હાઈ ટ્રાન્જેક્શન ચાર્જ છે.

Exit mobile version