Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે હાઇડ્રોજન બનશે ભાવિ ઇંધણનો વિકલ્પ

Social Share

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે વિશ્વમાં ગ્રીન ફ્યૂઅલની હોડ શરૂ થઇ ગઇ છે જેમાં હાઇડ્રોજનને ભવિષ્યના ઇંધણ તરીકે જોવામાં આવી રહ્યું છે. હાઇડ્રોજનમાં ઉચ્ચ પ્રકારની ઉર્જા હોય છે. અત્યારસુધી સ્પેસ શટલ સહિતના રોકેટને ઓર્બિટમાં મોકલવા માટે હાઇડ્રોજન ફ્યૂઅલનો થતો રહ્યો છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા 1970થી દ્રવ્ય હાઇડ્રોજનનો સ્પેસ અભિયાનોમાં ઉપયોગ કરે છે. સ્પેસ શટલના ઇલેક્ટ્રીકલ સિસ્ટમને હાઇડ્રોજન ફ્યૂઅલ સેલની મદદથી એનર્જી મળે છે. આ સામાન્ય ઇંધણની સરખામણીમાં ત્રણ ગણી વધારે ઉર્જા આપે છે.

IIT દિલ્હીના વૈજ્ઞાનિકોએ ખૂબજ ઓછા ખર્ચમાં પાણીમાંથી હાઇડ્રોજન ઇંધણ તૈયાર કરવાની ટેકનિક વિકસાવી છે. IIT દિલ્હીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓની એક ટીમે હાઇડ્રોજન પ્રોડક્શન પાયલટ પ્લાન્ટમાં ઇંધણ તૈયાર કર્યું છે, આ ઉપરાંત વારાણસીના એક વૈજ્ઞાનિકે ખેત ઉત્પાદનના અવશેષો જેમ કે પરાળી અને છાલમાંથી વિશ્વનું સૌથી શુદ્વ હાઇડ્રોજન ઇંધણ બનાવવાનો દાવો કર્યો છે. આમ હાઇડ્રોજન ફ્યૂઅલ પર ખૂબ શોધ અને સંશોધનો ચાલી રહ્યા છે.

આ ફયૂઅલથી જે હેવી મશીનો ચલાવી શકાય છે તે સૌર અને પવન ઉર્જાથી ચલાવી શકાતા નથી. હાઇડ્રોજનને ટાંકીમાં પણ સ્ટોરેજ કરી શકાય છે અને આ વાહનો માટે ખૂબજ ઉપયોગી છે એટલું જ નહી લીથિયમ બેટરીની સરખામણીમાં વજનમાં હલકી હોય છે. લાંબા અંતરે દોડતા વાહનોમાં ખૂબ ઉપયોગી છે એટલું જ નહી ઓછા સમયમાં વધુ રિફયૂલ કરી શકાય છે.

આ કાર્બન મુકત ઇંધણ પાણીથી તૈયાર કરવામાં આવે છે. ભારતમાં પણ સરકાર નેશનલ હાઇડ્રોજન મિશન અંર્તગત ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 2500 કરોડ રુપિયાની જોગવાઇ હાઇડ્રોજન ઇકોનોમી માટે કરવામાં આવી છે. ગ્રીન હાઇડ્રોજનથી ઝીરો કાર્બન ઉત્સર્જન થાય છે અને પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિગ જેવી સમસ્યામાંથી મુકિત મળે છે.

(સંકેત)