Site icon Revoi.in

જો આ બેંકમાં ખાતું છે તો આ કોડ કરાવો અપડેટ, બાકી પૈસા જમા નહીં થાય

Social Share

નવી દિલ્હી: ભારતની અનેક બેંકોનું એકબીજા સાથે વિલીનીકરણ થવાને કારણે અનેક ફેરફાર થઇ રહ્યા છે. આવા જ ફેરફાર હવે આ બેંકમાં પણ થશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર જે બેંકોનું ખાતુ ઇલ્હાબાદ બેંકમાં છે તે હવે ઇન્ડિયન બેંકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. જેના લીધે ગ્રાહકોને હવે IFSC કોડનું ધ્યાન રાખવું પડશે. કોઇને બેંકની માહિતી આપતી વખતે પણ IFSC કોડનું ધ્યાન રાખવું આવશ્યક છે. ગ્રાહકોએ જ્યાંથી પણ રૂપિયા જમા થવાના હોય ત્યાં IFSC કોડ અપડેટ કરાવવો ફરજીયાત છે નહીતર તમારા ખાતામાં રૂપિયા જમા નહીં થાય.

બેંકના વિલીનીકરણને કારણે IFSC કોડમાં પણ બદલાવ થઇ ગયો છે અને રૂપિયાની લેવડ-દેવડ વખતે IFSC કોડ સૌથી મહત્વનો હોય છે તેવામાં નવો IFSC કોડ જાણીને તેને અપડેટ કરવો અગત્યનો છે. જો તમારું ખાતું ઇલાહાબાદ બેંકમાં હોય તો એ હવે ઇન્ડિયન બેંકમાં ટ્રાન્સફર થઇ ગયું છે. બેંકે અપડેટ આપી છે કે, નવો કોડ હવે IDIBથી શરૂ થશે.

અત્યારે તો જૂના IFSC કોડથી રૂપિયા ટ્રાન્સફર થઇ રહ્યા છે પરંતુ 1 જુલાઇ, 2021થી જૂનો IFSC કોડ માન્ય ગણાશે નહીં અને પ્રત્યેક ગ્રાહકે નવો IFSC કોડ અપડેટ કરવો અનિવાર્ય છે.