Site icon Revoi.in

કોરોનાના સંકટ વચ્ચે પણ ભારતીય કંપનીઓએ જંગી ભંડોળ કર્યું એકત્ર

Fundraising Donations Charity Foundation Support Concept

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને કારણે જ્યારે મોટા ભાગના દેશની અર્થવ્યવસ્થામાં અનિશ્વિતતા જોવા મળી રહી છે ત્યારે ભારતીય કંપનીઓ દ્વારા બજારમાંથી નાણાં એકત્ર કરવાની કામગીરી વધુ ઝડપી બની રહી છે અને અત્યારસુધી કરોડોનું ભંડોળ એકત્ર કર્યું છે. BSEએ 23મી સપ્ટેમ્બર 2020ના રોજ રૂ.41,203 કરોડના કોર્મશિયલ પેપરનું સાક્ષી બન્યું હતું. જેમાં BSEએ રૂ.30,995 કરોડ કોમર્શિયલ પેપર અને રૂ.10,208 કરોડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા એકત્ર કર્યા છે. આ રીતે ભારતીય કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ.10,39,273 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે.

વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં, ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખનાર અને ભંડોળ એકત્રિત કરવા માટે ભારતના પ્રીમિયર પ્લેટફોર્મ બન્યું છે અને 23 સપ્ટેમ્બર સુધીમાં, બીએસઇ ખાતે રૂ. 4,25,894 કરોડના કોર્મશિયલ પેપર અને રૂ.2,81,887 કરોડના બોન્ડનું લિસ્ટિંગ થયું છે.

નોંધનીય છે કે, તો ડેટ કેપિટલ ઉપરાંત મેઇનબોર્ડ પર આઇપીઓ, એસએમઇ આઈપીઓ, એસએમઇ સ્ટાર્ટઅપ્સ, રાઇટ્સ, પ્રેફરન્શિયલ ઇશ્યુઝ, REITS અને InvITs વગેરે જેવા રૂ. 3,31,492 કરોડના ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ બીએસઇ ખાતે આ સમયગાળામાં લિસ્ટેડ થયા છે, આમ કુલ લિસ્ટિંગ કુલ રૂ. 10.39 લાખ કરોડ થયુ છે.

(સંકેત)