Site icon Revoi.in

અર્થતંત્ર માટે રાહતના સમાચાર! ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6%ની વૃદ્વિ

Social Share

નવી દિલ્હી: કોરોના અને દેશવ્યાપી લોકડાઉનને કારણે મંદ પડેલા અર્થતંત્રને લઇને એખ રાહતના સમાચાર આવ્યા છે. જે પ્રમાણે ઑક્ટોબરમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6 ટકાની વૃદ્વિ નોંધાઇ છે.

શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે ઑક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગ્રોથ જોવા મળ્યો છે અને તે 8 મહિનામાં સૌથી વધારે છે. દેશમાં ફેક્ટરી ઉત્પાદન પોઝિટિવ રહ્યું હોય તેવો સતત બીજો મહિનો છે. સતત 6 મહિના સુધી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયા બાદ સપ્ટેમ્બરમાં 0.2 ટકાની મામૂલી વૃદ્વિ જોવા મળી હતી. જો કે ઑક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્વિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના બહેતર પ્રદર્શનને કારણે આ વધારો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રસિટી સેક્ટરમાં 11.2 ટકાનો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3.5 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. જો કે માઇનિંગ સેક્ટરનો ગ્રોથ નેગેટિવ રહેતા 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આપને જણાવી દઇએ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્વિના આ સમાચાર પહેલા પણ આરબીઆઇ અર્થતંત્રમાં રિકવરી શરૂ થઇ ચૂકી હોવાનું કહી ચૂકી છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં દરેક ક્ષેત્રમાં ગ્રોથ જોવા મળી શકે છે. દેશમાં લોકડાઉન બાદ શરૂ થયેલી અનલોકની પ્રક્રિયા દરમિયાન મોટા ભાગની ગતિવિધિઓ પૂર્વવત થયા બાદ પણ આર્થિક ચિત્રમાં ધીમે ધીમે રિકવરીના સંકેતો મળી રહ્યા છે.

(સંકેત)