Site icon Revoi.in

ITR ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

Social Share

દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. કોરોના સંકટને કારણે કરદાતાઓને રાહત આપતા આવકવેરો ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.

આવકવેરા વિભાગના મતે વર્ષ 2018-19નું અને આકારણી વર્ષ 2019-20 માટેનું આવકવેરા રિટર્ન 31 જુલાઇને બદલે 30 સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે.

અગાઉ નાણા મંત્રી નિર્મલા સિતારમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 13 મે 2020ના યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2020થી લંબાવીને 30 નવેમ્બર 2020 સુધી કરાઈ છે.

નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2019-20 માટેનું આઇટીઆર ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ અને 31 ઑક્ટોબરથી વધારીને 30 નવેમ્બર કરાઇ છે. ટેક્સ ઓડિટની અવધિ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઑક્ટોબર કરવામાં આવી છે.

(સંકેત)