ગુજરાતી

ITR ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

  • દેશમાં કોરોના મહામારીને કારણે CBDTનો નિર્ણય
  • ITR ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ
  • સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સએ ટ્વીટરથી આ માહિતી આપી

દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. કોરોના સંકટને કારણે કરદાતાઓને રાહત આપતા આવકવેરો ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.

આવકવેરા વિભાગના મતે વર્ષ 2018-19નું અને આકારણી વર્ષ 2019-20 માટેનું આવકવેરા રિટર્ન 31 જુલાઇને બદલે 30 સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે.

અગાઉ નાણા મંત્રી નિર્મલા સિતારમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 13 મે 2020ના યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2020થી લંબાવીને 30 નવેમ્બર 2020 સુધી કરાઈ છે.

નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2019-20 માટેનું આઇટીઆર ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ અને 31 ઑક્ટોબરથી વધારીને 30 નવેમ્બર કરાઇ છે. ટેક્સ ઓડિટની અવધિ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઑક્ટોબર કરવામાં આવી છે.

(સંકેત)

 

 

Related posts
Nationalગુજરાતી

‘રિયો’ ઘોડો પ્રજાસત્તાક દિવસ પર ઇતિહાસ રચશે, 18 મી વખત પરેડમાં થશે સામેલ

– પ્રજાસતાક દિવસ પર ઈતિહાસ રચશે રિયો ઘોડો – 18 મી વખત પરેડમાં થશે સામેલ – 15 મી વખત તેના પર દળના…
Nationalગુજરાતી

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને આઈએસઆઈ નિશાન બનાવે તેવી શકયતા

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સરકારના વિરોધમાં ખેડૂતોની પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં ટ્રેકટર પરેડ યોજાવાની છે….
Bolly woodગુજરાતી

SCAM 1992 બાદ હવે પ્રતિક ગાંધી આ ફિલ્મમાં જોવા મળશે, જેકી શ્રોફ સાથે શૂટિંગ શરૂ થયું

– પ્રતિક ગાંધી ‘અતિથી ભૂતો ભવા’ ફિલ્મમાં જોવા મળશે – આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ જોવા મળશે – મથુરામાં ફિલ્મનું શૂટિંગ શરૂ…

Leave a Reply