Site icon Revoi.in

જનધન ખાતાની સંખ્યા 41 કરોડને પાર, ઝીરો બેલેન્સવાળા એકાઉન્ટ્સ ઘટ્યા

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી પ્રધાનમંત્રી જન-ધન યોજનાનો અનેક લોકોએ લાભ લીધો છે. અત્યારસુધીમાં કુલ 41 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપતી આ યોજના હેઠળ 6 જાન્યુઆરી, 2021 સુધી જનધન ખાતાની કુલ સંખ્યા 41.6 કરોડ થઇ ગઇ છે. નાણાં મંત્રાલયે ટ્વીટ કર્યું કે સરકાર તમામ નાગરિકોના નાણાકીય સમાવેશ માટે પ્રતિબદ્વ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, 6 જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાની સંખ્યા 41 કરોડ પાર પહોંચી ગઇ છે અને શૂન્ય બેલેન્સ વાળા ખાતાની સંખ્યા માર્ચ 2015ના 58%થી ઓછી થઇ 7.5 ટકા પર આવી ગઇ છે.

વર્ષ 2014માં શરૂ થઇ હતી આ યોજના

પીએમ મોદીએ વર્ષ 2014માં પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન જનધન યોજના શરૂ કરવાનું એલાન કર્યું હતું. એ વર્ષે 28 ઑગસ્ટે આ યોજનાને શરૂ કરાઇ હતી. સરકારે વર્ષ 2018માં વધુ સુવિધાઓ તેમજ લાભ સાથે આ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો હતો. સરકારે આ યોજનાના બીજા સંસ્કરણમાં પ્રત્યેક પરિવારના સ્થાન પર રૂપે કાર્ડ ધારકો માટે નિ:શુલ્ક દુર્ઘટના વીમા કવર બે ગણું એટલે 2 લાખ રૂપિયા સુધી આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે બેંકોએ 8 જાન્યુઆરી, 2021 સુધી 1.68 લાખ કરોડની ક્રેડિટ સીમા સાથે 1.8 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. જેનાથી ખેડૂતોને ઘણો લાભ મળ્યો હતો.

(સંકેત)