Site icon Revoi.in

કોટક બેંકે વ્યાજદરોમાં કર્યો ઘટાડો, હવે આટલા દરે હોમલોન મળશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રાઇવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજદરમાં 15 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. સપ્ટેમ્બર 10થી વ્યાજદર 6.5 ટકાથી શરૂ થશે.

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આ દર ઘટાડ્યા હોવાથી માત્ર 2 મહિના જ 6.5 ટકાના વ્યાજદરો લાગૂ રહેશે. બેંકનો ઉદ્દેશ્ય આટલાં ઓછા વ્યાજદરે હોમ લોન આપી વધારેમાં વધારે ગ્રાહકોને આકર્ષિત કરવાનો છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વ્યાજદરો નવી હોમ લોન તેમજ બેલેન્સ ટ્રાન્સફર એમ બંને માટે વાર્ષિક 6.5 ટકાના દરે રહેશે.

આપને જણાવી દઇએ કે હોમ લોન માર્કેટમાં પ્રભુત્વ સ્થાપવા માટે કોટક મહિન્દ્રા બેંક છેલ્લા ઘણા મહિનાથી હોમ લોનના વ્યાજદરોમાં સતત ઘટાડો કરી રહી છે. ગત ઑક્ટોબર મહિનામાં બેંક દ્વારા 6.9 ટકાના વ્યાજદરે શરૂ થતી લોન આપવામાં આવતી હતી, જે બાદ નવેમ્બરમાં તેમાં 15 bpsનો ઘટાડો કરીને 6.75 ટકા કરવામાં આવ્યો હતો. માર્ચમાં 10 bpsનો ઘટાડો કરીને 6.65 ટકા વ્યાજદર કરવામાં આવ્યો હતો.

બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોમ લોનની માગમાં વધારો થયો છે, કેમ કે હવે ગ્રાહકને પોતાનું ઘર હોવાનું મહત્વ સમજાયું છે. અને પ્રોપર્ટી ભાવોમાં ઘટાડો થતાં, આકર્ષક ઓફર્સ અને ઓછા વ્યાજ દરને કારણે હોમ લોનની માગમાં વધારો થયો છે.