Site icon Revoi.in

LICએ IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં હિસ્સેદારી વધારી

Social Share

નવી દિલ્હી:  ભારતની અગ્રણી સરકારી વીમા કંપની અને સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર LICએ અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં હિસ્સેદારી વધારી છે. શેરબજારમાં પ્રાપ્ત આંકડા અનુસાર IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં LICની હિસ્સેદારી જે જૂન ક્વાર્ટર 2020ના અંતે 3.81 ટકા હતી તે સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે વધીને 5.27 ટકાના સ્તરે પહોંચી ચૂકી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર તાજેતરમાં જ IRBએ જાહેરાત કરી હતી કે, ઓરંગબાદ BOT પ્રોજેક્ટ, જેને યેદેશી ઔરંગાબાદ ટોલવે લિમિટેડ દ્વારા અમલમાં મૂકાયો હતો, તે હવે IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટનો હિસ્સો છે. આ પ્રાઇવેટ ઇન્વિટને પ્રતિસ્પર્ધા ઓથોરિટી દ્વારા એક પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, IRB કંપનીએ તાજેતરમાં જ ભારતના સૌથી મોટા ટોલ ઓપરેટ ટ્રાન્સફર પ્રોજેક્ટ મુંબઇ-પુના એક્સપ્રેસ-વેનો રૂ.8262 કરોડનો પ્રોજેક્ટ પ્રાપ્ત કર્યો છે અને તેણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને સબ-કન્સેશન ફીના અપફ્રન્ટ પેમેન્ટ પેટે રૂ.6500 કરોડ ચૂકવી દીધા છે.

નોંધનીય છે કે, IRB ઇન્ફ્રા એ ભારતના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ પૈકીનું એક છે અને તેની એસેટ્સ બેઝ રૂ. 45,000 કરોડ છે.

(સંકેત)