Site icon Revoi.in

30 જૂન પહેલા તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે કરો લિંક અન્યથા થશે આટલો દંડ

Social Share

નવી દિલ્હી: તમારે 30 જૂન પહેલા પાન કાર્ડને સંબંધિત આ કામ કરવું પડશે. જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો 30 જૂન પહેલા કરાવી લો. નહીં તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને પાન કાર્ડ બંધ થશે. આ સિવાય અન્ય બેંક તેની સેવાઓ પણ બંધ કરશે.

તમારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે 30 જૂન પહેલા લિંક કરાવવું પડશે. આ તારીખ હવે પછી વધવાની નથી. જો તમે આ કામ નહીં કરો તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને પાન કાર્ડ બંધ થશે. આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરી છે.

દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના ગ્રાહકોને એક નોટિસ પણ જાહેર કરી છે. બેંકના ખાતાધારકોને આ મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂન સુધીમાં પોતાના પાન કાર્ડને સાથે લિંક કરવા સૂચના આપી છે.

SBIએ એવી ચેતવણી પણ આપી છે કે, જો સૂચનાનું પાલન નહીં થાય તો સેવામાં વિક્ષેપ આવી શકે છે. બેંક ગ્રાહકોને સૂચિત કરી રહી છે તે પાન કાર્ડને આધાર સાથે જોડવામાં નિષ્ફળ રહેશે તો તેને નિષ્ક્રીય કરી દેવાશે.

HDFC બેંકે પણ પોતાના ગ્રાહકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું એલર્ટ આપી ચૂકી છે. પાન કાર્ડને આધાર સાથે SMSથી લિંક કરી શકાય છે.

આ માટે તમારે ફોન પર UIDPAN અને પછી 12 અંકનો આધાર નંબર નાંખવાનો રહે છે. આ પછી 10 અંકનો પાન નંબર લખી લો. ત્યારબાદ તમારે આ મેસેજને 567678 કે 56161 પર સેન્ડ કરવાનો રહેશે.