Site icon Revoi.in

ભારતનો જીડીપી વૃદ્વિદર 2021-22માં 10% રહેવાનો NCAERનો અંદાજ

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર બાદ મોટા ભાગની રેટિંગ એજન્સીઓએ કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને ભારતના વિકાસ દરના અંદાજને ઘટાડીને સિંગલ ડિજીટ કરી નાખ્યું હતું. જો કે અનલોક પછી જોવા મળેલી ઝડપી વૃદ્વિને પગલે રેટિંગ એજન્સીઓએ ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કર્યો છે. NCAERAએ નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતનો જીડીપી 10 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચે ભારતના જીડીપીનો અંદાજ વધારી ફરીથી ડબલ ડિજીટ કરી નાખ્યો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ સપ્લાય સામાન્ય થવા લાગી છે તે છે તેવું NCAERAના પૂનમ ગુપ્તાએ જણાવ્યું હતું.

આ ઉપરાંત પારંપરિક અને સંપર્ક સેવાઓની માગ વધી છે. બીજી તરફ વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ યોગ્ય થવા લાગી છે. જો આ જ રીતે ભારતીય અર્થતંત્ર આગળ વધશે તો નોકરીઓની નવી તક સર્જાશે. નોકરીઓ વધશે તો લોકોના હાથમાં વધુ નાણાં આવશે અને તેઓ વધુ ખર્ચ કરશે. જેના પગલે માગ વધશે. માગ વધવાથી ઉત્પાદનમાં વધારો થશે.

જો કે આગામી વર્ષોમાં સાતથી આઠ ટકા વિકાસ દર જાળવી રાખવા માટે ભારત માટે કપરા ચઢાણ છે. ભારતે ખૂબ જ મહેનત કરવી પડશે. આગામી સમયમાં દેશમાં કોરોનાની સ્થિતિ કેવી રહેશે તેના પર ભારતના જીડીપીનો આધાર રહેશે તેવું એનસીએઇઆરના પ્રથમ મહિલા ડાયરેક્ટરે કહ્યું હતું.