Site icon Revoi.in

કરદાતાઓને મોટી રાહતઃ હવે ITR ને સાવ સરળતાથી કરી શકાશે e-Verify, જાણી લો સમગ્ર પ્રક્રિયા

income tax
Social Share

નવી દિલ્હી: કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે ઇનકમ ટેક્સને લગતી તમામ માહિતી અને કેવાયસી અપડેટ પણ ડિજીટલ રીતે થઇ શકશે. નાણા મંત્રાલયે હવે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ હેઠળ સબમિટ કરેલા ઇ-રેકોર્ડ્સના પ્રમાણીકરણ નિયમોને વધુ સરળ બનાવી દીધા છે. હવે કરદાતાના રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી સબમિટ કરાયેલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ મારફતે કરદાતા દ્વારા પ્રમાણિત ગણવામાં આવશે.

વર્ષ 2015માં વિભાગે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ રજૂ કર્યો હતો. જે 10 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે જે તમે તમારું રિટર્ન સબમિટ કર્યા પછી જનરેટ કરી શકો છો. આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા તમારા આવકવેરા રિટર્નની ફળ ઇ-વેરિફિકેશન પછી જ પૂર્ણ થયેલી ગણાય છે.

એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે. જો તે આ સમયગાળા દરમિયાન વેરિફિકેશન પૂર્ણ ન થાય તો IT કાયદા મુજબ તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય રહેશે.

આ રીતે કરો ઇ-વેરિફિકેશન પ્રક્રિયા

સૌ પ્રથમ તમારે આ પ્રક્રિયા માટે ઇ-ફાઇલિંગ પોર્ટ ઇ-વેરિફાઇ રિટર્ન્સ ક્વિક પર ક્લિક કરવાનું રહેશે

ત્યારબાદ PAN, એસેસમેન્ટ વર્ષ વગેરે જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે

હવે ‘E-Verify’ પર ક્લિક કરો.

આ પછી તમે તમારો ઈ-વેરિફિકેશન કોડ (EVC) જનરેટ થશે.

4 વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે:
1. બેંક ખાતું
2. નેટ-બેન્કિંગ
3. આધાર કાર્ડ
4. ડીમેટ ખાતું

નોંધનીય છે કે, કરદાતા આ 4 વિકલ્પોનો ઉપયોગ કરીને પણ ઇ-વેરિફિકેશન કરી શકે છે. તમે બાકીની વિગતો ઇન્કમટેક્સની વેબસાઇટ પર જઇને ચકાસી શકો છો.