Site icon Revoi.in

હવે વોટ્સએપથી પણ IPO ભરી શકાશે, લોંચ થઇ છે આ સેવા

Social Share

નવી દિલ્હી: હવે તમે ઇન્ટરનેટ બેન્કિંગ, આઇપીઓ ફોર્મ ઉપરાંત હવે વોટ્સએપના માધ્યમથી પણ આઇપીઓ ભરી શકશો. ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ તરફથી રોકાણકારો માટે વોટ્સએપ આધારિત સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. Upstox આઇપીઓ માટે અરજી કરવાની પ્રક્રિયાથી અંત સુધી વોટ્સએપથી સેવા પૂરી પાડશે.

અપસ્ટોક્સ દ્વારા જે સર્વિસ લોંચ કરવામાં આવી છે તે જૂના અને નવા બંને ગ્રાહકો માટે છે. આ સેવા ગ્રાહકોને પોતાના વોટ્સએપ ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યા વગર જ કોઇપણ આઇપીઓને સબસ્ક્રાઇબ કરવા માટે સક્ષમ બનાવે છે. આ સેવાઓને કારણે આઇપીઓ અરજીની સંખ્યામાં વધારો થશે તેવી કંપનીને આશા છે.

ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને પણ WhatsAppના માધ્યમથી સરળ બનાવવામાં આવી છે. Upstoxનું કહેવું છે કે વોટ્સએપના માધ્યમથી ડીમેટ એકાઉન્ટ ખોલતા ફક્ત એક મિનિટ લાગશે. કંપનીએ જણાવ્યું કે, ‘Upstox Resources’ અને ‘Get Support’ જેવી ટેબ ગ્રાહકોને એક ક્લિકમાં FAQ અને Upstox સાથે જોડાયેલી તમામ વિગતોને મળી રહેશે.

મહત્વનું છે કે,  Upstoxના સ્થાપક શ્રીની વિશ્વનાથે જણાવ્યું કે, નવા ફીચર્સ નવા ગ્રાહકોને જોડવાનું કામ કરશે અને રોકાણકારોને એક સરળ રસ્તો આપશે.