Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો થઇ જાહેર, જાણો આપના શહેરનો ભાવ

Social Share

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે ઑઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો આજના રોજ યથાવત્ જોવા મળી છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. ત્યારબાદથી કિંમત સ્થિર છે. જ્યારે અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100ને પાર કરી ચૂકી છે. દેશમાં ઇંધણ રેકોર્ડ સ્તર પર વેચાઇ રહ્યું છે. તેના કારણે અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ભડકે બળ્યા છે. આ જ કારણોસર સામાન્ય પ્રજાની કમર તૂટી ચૂકી છે.

મેક્સિકોની ખાડીમાં કાચા તેલના ઉત્પાદનમાં ભારે ઘટાડાને કારણે આ સપ્તાહે કાચા તેલના ભાવ ઉપર ચઢ્યા છે. બ્રેંટ ક્રૂડમાં 3 ટકાની તેજી નોંધાઇ હતી. બ્રેંટ ક્રૂડ પ્રતિ બેરલ 5 ડૉલર મોંઘું થઇને 71 ડૉલર પ્રતિ બેરલને પાર જતું રહ્યું છે. જો કે આ ભાવવધારાની અસર ઇંધણની કિંમતો પર જોવા નથી મળી.

ટ્રોલ ડીઝલની કિંમત 

>> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
>> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
>> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
>> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

અમદાવાદ – પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત – પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર

તમે પણ તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છો. તમે એક SMS કરીને પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જાણ શકો છો. ઇન્ડિયન ઑઇલના ગ્રાહકો RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને BPCLના ગ્રાહકો RSP લખીને 9223112222 પર મોકલીને જાણકારી મેળવી શકે છે. HPC ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ મેળવી શકે છે.