Site icon Revoi.in

પેટ્રોલ 75 રૂપિયા લીટરની કિંમતે મળી શકે, મોદી સરકાર આ તૈયારી કરી રહી છે

Social Share

નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં તેજી જોવા મળી રહી છે ત્યારે આગામી કેટલાક દિવસોમાં લોકોને તેમાં રાહત મળી શકે છે.

સરકાર અત્યારે પેટ્રોલ, ડીઝલને GSTના દાયરામાં લાવવાનો વિચાર કરી રહી છે. જો એવું થયું તો દેશભરમાં પેટ્રોલના ભાવ 75 રૂપિયા તેમજ 68 રૂપિયા પ્રતિ લિટર સુધી આવી શકે છે.

પ્રાપ્ત જાણકીર અનુસાર જીએસટી પર મંત્રીઓની એક પેનલ એક દેશ અને એક દર હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદો પર ટેક્સ લગાવવા પર વિચાર કરશે. ગ્રાહકો માટે ઇંધણની કિંમત અને સરકારી રાજસ્વમાં સંભવિત મોટા ફેરફાર માટે આ મહત્વના પગલાં હોઇ શકે છે. નાણા મંત્રી નિર્માલી સીતારમણની અધ્યક્ષતા વાળા પેનલ શુક્રવારે લખનૌમાં થનારી 45મી જીએસટી પરિષદની બેઠકમાં પ્રસ્તાવ પર વિચાર કરશે.

આપને જણાવી દઇએ કે કેરળમાં હાઇકોર્ટ તરફથી પેટ્રોલ તેમજ ડીઝલની જીએસટીના દાયરામાં લાવવાના નિર્દેશ બાદ જીએસટી કાઉન્સિલ સમક્ષ  મામલો 17 સપ્ટેમ્બરે લાવવામાં આવશે. નામ મ લેવાની શરત પર એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજસ્વને જોતા GST પરિષદના ઉચ્ચ અધિકારી પેટ્રોલિયમ પદાર્થો પર એક સમાન જીએસટી લગાવવા તૈયાર નથી.

જો પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યોના રાજસ્વમાં જીડીપીમાં માત્ર 0. ટકા બરાબરનો ઘટાડો આવ્યો છે.

અહેવાલ અનુસાર, જીએસટી પરિષદની 45મી બેઠકમાં કોરોનાથી શક્ય સામાન સસ્તા સામાનની સમીક્ષા થઇ શકે છે. જીએસટી પરિષદની આની પહેલા બેઠક 12 જૂનના વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત જીએસટી કાઉન્સિલ નવીનીકરણ પર 12 ટકા અને લોખંડ, તાંબા ઉપરાંત અન્ય ધાતુ અવસ્કો પર 18 ટકા જીએસટી લગાવવા પર વિચાર થઇ શકે છે.