Site icon Revoi.in

ચોમાસાના વિલંબથી વીજ માંગ વધી, 197.06 ગીગાવોટની ઐતિહાસિક સ્તરે

Social Share

નવી દિલ્હી: ચોમાસામાં વિલંબ થતા અને કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો પણ ઉંચો જતા અને તેની સાથે કોરોનાના પ્રતિબંધો હળવા થતા વીજ માંગ મંગળવારે 197.06 ગીગાવોટની ઑલટાઇમ ઊંચી સપાટીએ પહોંચી ગઇ હતી. ઊર્જા મંત્રાલય અનુસાર સમગ્ર દેશમાં કુલ 1,97,060 મેગાવોટની વીજ માંગ હતી જે અત્યાર સુધીની સૌથી વધારે હતી.

ગત મહિને 30 જૂનના રોજ 191.51 ગીગાવોટની પીક પાવર ડિમાન્ડ નોંધાઇ હતી અને આમ તેમાં જૂન 2020ની 164.94 મેગાવોટની માંગની તુલનાએ 16 ટકાની વૃદ્વિ જોવા મળી છે. જૂન 2019માં પીક પાવર ડીમાન્ડ 184.45 ગીગાવોટ હતી. મંત્રાલયના આંકડા અનુસાર પાંચ જુલાઇ 2016ના રોજ પીક પાવર ડિમાન્ડ 192.16 ગીગાવોટના સ્તરે પહોંચી ગઇ હતી. આ સાથે તેણે 30 જૂનના રોજ નોંધાયેલા 191.51 મેગાવોટના આંકડો વટાવી દીધો હતો. હવે નજીકના ભાવિમાં વીજ માંગ 200 ગીગાવોટ કે બે લાખ મેગાવોટને વટાવી જાય તેવી સંભાવના ઊર્જા પ્રધાન આર.કે.સિંઘે વ્યક્ત કરી છે.

28મી જાન્યુઆરીના રોજ સવારે 9.42 વાગે વીજ માંગ અને પુરવઠો 1,88,452 મેગાવોટની નવી સપાટીએ પહોંચ્યો છે.

આ વર્ષે જુલાઈ મહિનામાં ગયા વર્ષ કરતા પણ વધારે ગરમી પડી રહી છે. દેશના ઉત્તરના રાજ્યો ચોમાસામાં વિલંબના કારણે ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. 13 જૂને હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનુ આગમન થયુ હતુ પણ એ પછી ચોમાસુ આગળ વધી રહ્યુ નથી