Site icon Revoi.in

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ હવે LTC કેશ વાઉચરનો લાભ મળશે

Social Share

તહેવારોની મોસમમાં મોદી સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme)નો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીમાં કામ કરતા લોકો અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓની જેમ આ કર્મચારીઓને પણ માન્ય LTC ફેરના ઇન્કમ ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મહત્તમ 36 હજાર રૂપિયાની છૂટ મળશે.

તમારા માટે આ નિર્ણય કેટલો ફાયદાકારક રહેશે

આ નિર્ણય આપના માટે કેવી રીતે ફાયદાકારક રહેશે તે વિશે વાત કરતા ટેક્સ નિષ્ણાત ગૌરી ચઢ્ઢા અનુસાર જો કોઇ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે અથવા કોઇ ઑફર લઇ રહ્યા છે તો તમારે શરતો વાંચવી ખૂબ જ જરૂરી છે. સરકારે લોકોને જે લાભ આપ્યો છે તે ટેક્સ બચાવવાનો ખૂબ સારો રસ્તો છે. આ માટે પહેલા એ જાણવું આવશ્યક છે કે આ સ્કીમ કોના માટે ફાયદાકારક છે.

(સંકેત)